પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાંક્ષ પાટીલને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 11:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એશિયન ગેમ્સમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાંક્ષ પાટીલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની એકાગ્રતા, સચોટતા અને સંયમે દેશને ગૌરવ અપાવ્યું છે. શ્રી મોદીએ તેમના આગામી પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

'X' પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે:

"એશિયન ગેમ્સમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાંક્ષ પાટીલને અભિનંદન. તેમની એકાગ્રતા, સચોટતા અને સંયમે દેશને ગૌરવ અપાવ્યું છે. તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ: PM @narendramodi"


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2315727) મુલાકાતી સંખ્યા : 10