રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75મા વાર્ષિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા


શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બનશે જો તે દેશ અને સમાજને લાભ પહોંચાડે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 23 SEP 2026 4:39PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 સપ્ટેમ્બર, 2026) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75 મા વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે છેલ્લા 75 વર્ષથી આ યુનિવર્સિટી જ્ઞાનના વિવિધ પ્રવાહોને એકીકૃત કરીને આગળ વધી રહી છે.

રાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું કે આજની દુનિયામાં, કોઈપણ સમસ્યાનો ઉકેલ એકમાત્ર વિષય સુધી મર્યાદિત નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગંભીર પડકારોનો ઉકેલ લાવવા માટે બહુભાષી/બહુવિધ શાખાકીય અભિગમ જરૂરી છે. આપણને વૈજ્ઞાનિકની જિજ્ઞાસા, કલાકારની સંવેદનશીલતા, ઇતિહાસકારનો દ્રષ્ટિકોણ, અર્થશાસ્ત્રીની આંતરદ્રષ્ટિ અને સમાજશાસ્ત્રીની ચેતનાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ દિશામાં સતત જાગૃત અને ગતિશીલ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને જ્ઞાનના હેતુ પર વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ રાષ્ટ્ર અને સમાજના હિતોને પ્રાથમિકતા આપીને પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં આગળ વધશે, ત્યારે તેઓ પણ પ્રગતિ કરશે, અને તે પ્રગતિ તેમને અપાર સંતોષ આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બનશે જો તે દેશ અને સમાજને લાભ પહોંચાડે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે ઈજનેરો તરીકે, તેમણે એવી ટેકનોલોજી વિકસાવવી જોઈએ જે લોકોના જીવનમાં સુધારો કરે; તબીબો તરીકે, તેમણે તબીબી ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે નહીં પરંતુ સેવાના એક સ્વરૂપ તરીકે જોવું જોઈએ; વૈજ્ઞાનિકો તરીકે, તેમણે માનવતાના હિતમાં સમસ્યાઓના ઉકેલો શોધવા જોઈએ; કલાકારો અથવા લેખકો તરીકે, તેમણે સમાજની સંવેદનશીલતાને સમૃદ્ધ બનાવવી જોઈએ; સાહસિકો તરીકે, તેમણે માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ રોજગાર અને તકો પણ ઊભી કરવી જોઈએ; શિક્ષકો તરીકે, તેમણે વારસો અને પ્રગતિ બંનેને અપનાવતી યુવા પેઢીના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ; અને જાહેર જીવનમાં, તેમણે પોતાના પદને સત્તાના સ્ત્રોતને બદલે જવાબદારી તરીકે ગણવું જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રીય લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ - એક એવો દેશ જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ દરેક સુધી પહોંચે; જ્યાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ થાય; જ્યાં તકોની સમાનતા હોય; જ્યાં મહિલાઓ અને યુવાનોની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થાય; અને એવું ભારત જ્યાં દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળે. તેમણે કહ્યું કે આ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં યુનિવર્સિટીઓ અને યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવવાની છે.

રાષ્ટ્રપતિજીનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/GP/DK/JD


(રીલીઝ આઈડી: 2313954) મુલાકાતી સંખ્યા : 30
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali