રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેમાં સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને પેન્ડિંગ બાબતોના નિકાલ માટે સ્પેશિયલ કેમ્પેઈન 6ની તૈયારીઓ શરૂ 


ઈ-વેસ્ટ નિકાલ, સ્ક્રેપ નિકાલ, સ્પેસ મેનેજમેન્ટ અને પેન્ડિંગ સંદર્ભોના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

કેમ્પેઈનની પ્રવૃત્તિઓનું મોનિટરિંગ અને કોઓર્ડિનેશન કરવા માટે 150થી વધુ નોડલ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા 

પોસ્ટેડ ઓન: 21 SEP 2026 1:32PM by PIB Ahmedabad

સરકારી કચેરીઓમાં સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને પેન્ડન્સી ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ કેમ્પેઈન 6 શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઈન બે તબક્કામાં તૈયાર કરવામાં આવ્યું છે: લક્ષ્યાંકો નક્કી કરવા માટે 15 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રિપેરેટરી ફેઝ (તૈયારીનો તબક્કો), ત્યારબાદ 2 થી 31 October 2026 સુધી મુખ્ય ઈમ્પ્લીમેન્ટેશન ફેઝ (અમલીકરણનો તબક્કો).

અગાઉના કેમ્પેઈન 5.0 દરમિયાન, રેલવે મંત્રાલયે જાહેર ફરિયાદો, VIP સંદર્ભો અને અન્ય પેન્ડિંગ બાબતોના નિકાલથી સંબંધિત ચિહ્નિત લક્ષ્યાંકોના 100% હાંસલ કરીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવી હતી. નોંધપાત્ર સિદ્ધિઓમાં 6.06 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવાનો અને ₹570 કરોડની આવક ઉત્પન્ન કરવાનો સમાવેશ થાય છે.

રેલવે મંત્રાલય તેના તમામ ફીલ્ડ યુનિટ્સ, સંલગ્ન અને તાબેદાર કચેરીઓ, PSUs અને સ્વાયત્ત સંસ્થાઓમાં સ્પેશિયલ કેમ્પેઈન ફોર ડિસ્પોઝલ ઓફ પેન્ડિંગ મેટર્સ 6 (SCDPM 6)ના સફળ અમલીકરણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કેમ્પેઈનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે રેલવે બોરડ તૈયારીઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સિસ (DARPG)ના વિગતવાર માર્ગદર્શિકા તમામ ફીલ્ડ યુનિટ્સને ગ્રાઉન્ડ ફંક્શનરીઝને એકત્ર કરવા, કેમ્પેઈનની જગ્યાઓ ઓળખવા અને સ્પેસ મેનેજમેન્ટ માટેનું આયોજન કરવા માટે મોકલવામાં આવ્યા છે. રેલવે બોરડના સચિવ તરફથી તમામ જનરલ મેનેજરો અને અન્ય યુનિટના વડાઓને આ સંદર્ભમાં એક D.O. પત્ર પણ જારી કરવામાં આવ્યો છે.

તમામ ઝોનલ રેલવે, ડિવિઝનલ ઓફિસો, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSUs), પ્રોડક્શન યુનિટ્સ (PUs) અને સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને સેચ્યુરેશન લેવલ પર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિગતવાર સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ પ્રયાસોનું કોઓર્ડિનેશન કરવા માટે ભારતીય રેલવેમાં 150 થી વધુ નોડલ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ દૈનિક ધોરણે પ્રગતિની માહિતી એકત્રિત કરશે અને તેને રેલવે બોરડને મોકલશે જેથી તેને DARPGના સેન્ટ્રલ SCDPM મોનિટરિંગ પોર્ટલ પર સીધું ફીડ કરી શકાય, જે રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને સાપ્તાહિક ઉચ્ચ સ્તરીય સમીક્ષાઓને સરળ બનાવે છે.

પ્રિપેરેટરી ફેઝ અત્યારે ચાલી રહ્યો હોવાથી, મુખ્ય કેમ્પેઈન પેરામીટર્સ સંદર્ભે લક્ષ્યાંકોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષના ફોકસને અનુરૂપ, ઈ-વેસ્ટ (મેનેજમેન્ટ) રૂલ્સ, 2022 અનુસાર "ઈ-વેસ્ટનું અસરકારક કલેક્શન, સેગ્રિગેશન અને ડિસ્પોઝલ", જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સ (GFR) હેઠળ સ્ક્રેપ નિકાલ, ઓફિસ સ્પેસનું બ્યુટીફિકેશન, પ્રોસેસ/રૂલ સિમ્પ્લિફિકેશન અને પેન્ડિંગ સંદર્ભોના નિકાલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

રેલ ચોપાલ (SCDPM 4.0) અને અમૃત સંવાદ (SCDPM 5.0)ના અસરકારક આયોજન પછી, મંત્રાલય જાહેર જોડાણને વધુ મજબૂત કરવા અને નાગરિકો સાથે અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા માટે SCDPM 6 દરમિયાન “રેલ જન સંવાદ”નું આયોજન કરશે.

સ્વચ્છતાને દૈનિક ઓપરેશનલ સ્ટાન્ડર્ડ તરીકે સ્થાપિત કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા, રેલવે મંત્રાલય સીમલેસ પબ્લિક એંગેજમેન્ટ અને પેન્ડિંગ સંદર્ભોના ઝડપી નિકાલને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખે છે. તમામ યુનિટ્સમાં સમન્વયિત આયોજન અને સમર્પિત ભાગીદારી સાથે, મંત્રાલયનો ઉદ્દેશ્ય સ્પેશિયલ કેમ્પેઈન 6ને જ્વલંત સફળ બનાવવાનો છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2312943) મુલાકાતી સંખ્યા : 21