માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતના રાષ્ટ્રપતિ 22 સપ્ટેમ્બરે એકતા નગર, કેવડિયા, ગુજરાત ખાતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એનાયત કરશે
પોસ્ટેડ ઓન:
08 SEP 2026 1:55PM by PIB Ahmedabad
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 22 સપ્ટેમ્બર 2026ના રોજ એકતા નગર (કેવડિયા), ગુજરાત ખાતે એનાયત કરવામાં આવશે. આ સમારોહ વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સદ્ધિઓની ઉજવણી કરવા માટે દેશભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, ટેકનિશિયનો અને અન્ય કલાકારોને એકસાથે લાવશે.
1954માં સ્થપાયેલ, નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એ સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે દેશનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન છે. સાત દાયકાઓથી, એવોર્ડ્સે ભારતીય ફિલ્મ નિર્માણની સમૃદ્ધ ભાષાકીય, સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતાને પ્રતિબિંબિત કરવાની સાથે ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો અને સિનેમા પરના લેખનમાં ઉત્કૃષ્ટ રચનાત્મક અને તકનીકી સિદ્ધિઓને માન્યતા આપી છે.
એક મોટી નીતિગત પહેલમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રાજધાનીથી આગળ વધીને દેશના વિવિધ ભાગોમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે એકતા નગર ખાતેનો સમારોહ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મૂર્તિમંત કરતા, ભારતભરની સિનેમેટિક પ્રતિભાઓને એકસાથે લાવશે.
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિવિધ ભાષાઓ, શૈલીઓ અને સિનેમેટિક સ્વરૂપોમાં આ વિવિધતાની ઉજવણી કરે છે. 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવશે. 'ભંગાર' ને સર્વશ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ તરીકે અને 'રામ-નામી' ને જ્યુરી દ્વારા સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી તરીકે પસંદ કરવામાં આવી છે. 'બ્રહ્મયુગ્મ' માટે મામૂટી અને 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે યામી ગૌતમને 'આર્ટિકલ 370' માટે મુખ્ય ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવશે. રણદીપ હૂડાને 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળશે.
આ એવોર્ડ્સ મરાઠી, સંથાલી, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, તુલુ અને ગઢવાલી સહિત અન્ય ભાષાઓ અને સ્વરૂપોની ફિલ્મોમાં ઉત્કૃષ્ટતાને પણ માન્યતા આપે છે. 'કલ્કી 2898 એડી', 'આમરન', ''અમરન', 'પુષ્પા: ધ રૂલ ભાગ-02'', 'ભૂલ ભુલૈયા 3' અને 'સ્ત્રી 2' સહિતની કેટલીક ફિલ્મોને પણ વિવિધ શ્રેણીઓમાં સન્માન મળશે. પ્રથમ વખત, નેશનલ ફિલ્મ એવોર્ડ્સના નોન-ફીચર ફિલ્મ વિભાગમાં સંથાલી ફિલ્મને સન્માનિત કરવામાં આવશે.
સંજીવ શ્રીવાસ્તવને સિનેમા કેટેગરીમાં શ્રેષ્ઠ લેખન માટે શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક પુરસ્કારના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક 'નાનિરુવુડે નિમાગાગી નાદિરુવુડે નાનાગાગી: કન્નડ સિનેમાડા થથવા મથુ રાજકીયા' (આઈ સ્ટેન્ડ ફોર યુ, ધ સ્ટેટ સ્ટેન્ડ્સ ફોર અસ: પોલિટિકલ એન્ડ ફિલોસોફિકલ ડાયમેન્શન્સ ઑફ કન્નડ સિનેમા)ને આપવામાં આવશે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad