ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ, 2026 અધીસૂચિત કર્યા


સમગ્ર દેશમાં સામાન્ય સમય સંદર્ભ તરીકે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમને સ્થાપિત કરવા માટેના નિયમો

નિયમો 180 દિવસ પછી અમલમાં આવશે

પોસ્ટેડ ઓન: 30 AUG 2026 11:27AM by PIB Ahmedabad

ગ્રાહક બાબતોના વિભાગે 27 ઓગસ્ટ 2026ના રોજ લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ, 2026 અધીસૂચિત કર્યા છે. આ નિયમો સત્તાવાર ગેઝેટમાં તેમના પ્રકાશનની તારીખથી 180 દિવસ પછી અમલમાં આવશે.

આ નિયમો કાનૂની, વહીવટી, વ્યાપારી અને અન્ય સત્તાવાર હેતુઓ માટે સમગ્ર દેશમાં સામાન્ય સમય સંદર્ભ તરીકે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) માટેની જોગવાઈ કરે છે. 180 દિવસનો સમયગાળો સરકારી વિભાગો, વ્યવસાયો, સંસ્થાઓ અને અન્ય સંગઠનોને નિયમો અમલમાં આવે તે પહેલાં તેમની સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાની મંજૂરી આપશે.

ડિજિટલ અને ટેકનોલોજી-આધારિત સિસ્ટમોના વધતા ઉપયોગ સાથે સામાન્ય સમય સંદર્ભની જરૂરિયાત વધી છે. બેંકિંગ અને ડિજિટલ ચૂકવણી, દૂરસંચાર, રેલવે, પાવર સિસ્ટમ્સ, કોમ્પ્યુટર નેટવર્ક્સ અને સરકારી રેકોર્ડ્સ સચોટ સમય અને ટાઇમ સ્ટેમ્પ્સ પર આધારિત છે.

સમયના સ્ત્રોતો વચ્ચેનો તફાવત આવી પ્રવૃત્તિઓના સંકલન અને રેકોર્ડિંગને અસર કરી શકે છે. આ નિયમોનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ સિસ્ટમો સચોટ અને સુસંગત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો છે.

  • સામાન્ય સમય સંદર્ભ નીચે મુજબ સહાય કરશે: બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ 
  • વ્યવહારોનું સચોટ ટાઇમ-સ્ટેમ્પિંગ; રેલવે, એરપોર્ટ અને અન્ય પરિવહન પ્રણાલીઓનું 
  • સકલન; દૂરસંચાર અને ઇન્ટરનેટ નેટવર્ક્સનું વિશ્વસનીય સંચાલન; પાવર સિસ્ટમ્સમાં 
  • સચોટ સમય-જાળવણી; સરકારી અને કાનૂની રેકોર્ડની જાળવણી; અને ઇમરજન્સી 
  • અન્ય સમય-સંવેદનશીલ સેવાઓનું સંકલન.

ભારતીય ટાઇમિંગ સ્ત્રોતોનો ઉપયોગ

સરકાર ભારતીય સંસ્થાઓ અને લીગલ મેટ્રોલોજી પ્રયોગશાળાઓ દ્વારા સમગ્ર દેશમાં સચોટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમનો પ્રસાર કરવા માટે માળખાકીય સુવિધાઓ વિકસાવી રહી છે. આ નિયમો વિશ્વસનીય અને સુરક્ષિત સમય પ્રસાર માટે ભારતની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નાવિક (NavIC) અને અન્ય માન્ય ભારતીય ટાઇમિંગ સ્ત્રોતોના ઉપયોગ માટેની જોગવાઈ પણ કરે છે.

હાલમાં, કેટલીક સિસ્ટમો વિદેશી સેટેલાઇટ-આધારિત સમય સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. ભારતીય સમય પ્રસાર માળખાનો વિકાસ જટિલ સિસ્ટમો માટે વધારાના વિકલ્પો પૂરા પાડશે અને બાહ્ય સમય સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડશે.

વ્હાઇટ રેબિટ ટેકનોલોજી પ્રદર્શન

'વન નેશન, વન ટાઇમ' પહેલના ભાગરૂપે, જુલાઈ 2026માં રીજિયોનલ રેફરન્સ સ્ટેન્ડર્ડ લેબોરેટરી (RRSL), બેંગલુરુ ખાતે વ્હાઇટ રેબિટ ટેકનોલોજી-આધારિત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ ડિસેમિનેશન ડેમોન્સ્ટ્રેશન નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું હતું.

આ સિસ્ટમે બેંકિંગ, દૂરસંચાર, ઊર્જા, પરિવહન અને ડિજિટલ ગવર્નન્સ સહિતના ક્ષેત્રો માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમના પ્રસારનું પ્રદર્શન કર્યું છે. વિભાગે CSIR-NPL, ISRO, SEBI, NSE, BSNL અને અન્ય હિતધારકોના સહયોગથી RRSL બેંગલુરુ અને NSE ચેન્નઈ વચ્ચે ISTના સુરક્ષિત પ્રસારનું પણ પ્રદર્શન કર્યું છે.

નિયમોની શરૂઆત પહેલાંનો 180 દિવસનો સમયગાળો હિતધારકોને તેમની વર્તમાન સિસ્ટમોની સમીક્ષા કરવા, જરૂરી ટેકનિકલ ફેરફારો કરવા અને અમલીકરણ માટે તૈયારી કરવાનો સમય પૂરો પાડશે. લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ, 2026 સમગ્ર દેશમાં સમય-આધારિત સિસ્ટમો અને સત્તાવાર હેતુઓ માટે સામાન્ય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ સંદર્ભ પૂરો પાડશે.

 

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2304630) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada