રાષ્ટ્રપતિ સચિવાલય
ઈદ-એ-મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
પોસ્ટેડ ઓન:
25 AUG 2026 6:16PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ આપેલા પોતાના સંદેશામાં જણાવ્યું છે કે: -
“ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પાવન અવસરે, હું ભારતમાં અને વિદેશમાં વસતા તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી ઉષ્માભરી શુભેચ્છાઓ અને ઉત્તમ કામનાઓ પાઠવું છું.
ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર પૈગંબર મોહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો અવસર છે. તેમના ઉપદેશો આપણને પવિત્ર આચરણ અને કર્તવ્યનિષ્ઠાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
પૈગંબર મોહમ્મદના ઉમદા આદર્શો આપણને સમાવેશી અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રેરિત કરે.”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2303313)
મુલાકાતી સંખ્યા : 11