ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે લડાખમાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની બેંચ સ્થાપવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો
હાઈકોર્ટની આ બેંચ લડાખના દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ન્યાયની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરશે
સરકાર લડાખના સર્વાંગી વિકાસ અને બંધારણીય સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે
प्रविष्टि तिथि:
20 AUG 2026 7:40PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા લડાખમાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની બેંચ સ્થાપવાના લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે.
X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે લડાખમાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની બેંચ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લડાખના દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે કાનૂની સેવાઓ મેળવવામાં લાગતો સમય ઘટાડીને ન્યાયની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરશે. સરકાર લડાખના સર્વાંગી વિકાસ અને બંધારણીય સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.”
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2301705)
आगंतुक पटल : 13