સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કતાર-ભારત પોસ્ટલ રેમિટન્સ સેવા, UPI દ્વારા સંચાલિત PosTransferના માધ્યમથી, હવે કતાર પોસ્ટની શાખાઓ પર ઉપલબ્ધ
નવી ડિજિટલ પોસ્ટેલ રેમિટેન્સ સેવા કતારથી ભારત નાણાંના ઝડપી, સુરક્ષિત અને અનુકૂળ ટ્રાન્સફરને સક્ષમ બનાવે છે
प्रविष्टि तिथि:
17 AUG 2026 4:20PM by PIB Ahmedabad
યુપીઆઈ (UPI) સંચાલિત પોસટ્રાન્સફર (PosTransfer) પર આધારિત કતાર-ભારત રેમિટેન્સ સેવા હવે ઉપલબ્ધ થઈ ગઈ છે, જેનાથી કતારમાં ગ્રાહકો કતાર પોસ્ટ આઉટલેટ્સ દ્વારા ભારતમાં યુપીઆઈ-સક્ષમ બેંક ખાતાઓમાં સીધા નાણાં મોકલી શકશે.
આ સેવા કતાર પોસ્ટ, ઈન્ડિયા પોસ્ટ, યુનિવર્સલ પોસ્ટેલ યુનિયન્સ ઈન્ટરકનેક્શન પ્લેટફોર્મ (UPU-IP), અને એનપીસીઆઈ ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) ના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પહેલ સરહદ પારના નાણાંકીય વ્યવહારો માટે કાર્યક્ષમ અને અનુકૂળ માધ્યમ પ્રદાન કરવા માટે ટપાલ નેટવર્કની વ્યાપક પહોંચને ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડે છે.
આ સેવા કતારમાં 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી. કતારમાં ભારતીય દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ (Chargé d’Affaires) મહામહિમ સંદીપ કુમારે આ પ્રસંગે દોહાના લુલુ મોલ (LuLu Mall) ખાતે કતાર પોસ્ટ આઉટલેટની મુલાકાત લીધી હતી અને હિતધારકો સાથે વાતચીત કરી હતી. આ જોડાણે ભારત અને કતાર વચ્ચે ડિજિટલ નાણાંકીય કનેક્ટિવિટી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવામાં આ પહેલના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કતાર ખાતે યુપીઆઈ સંચાલિત પોસટ્રાન્સફર રેમિટેન્સ સેવા
આ સેવા હેઠળ, ગ્રાહકો ભારતમાં પ્રાપ્તકર્તાનો યુપીઆઈ આઈડી (UPI ID) અને જરૂરી ગ્રાહક ઓળખ વિગતો આપીને કતાર પોસ્ટ આઉટલેટ પર રેમિટેન્સ શરૂ કરી શકે છે. પ્રાપ્તકર્તાએ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ (UPI) એપ દ્વારા વિદેશી ઈનવર્ડ રેમિટેન્સ મેળવવા માટેની સુવિધા સક્રિય કરવાની રહેશે. એકવાર સક્રિય થઈ ગયા પછી, ટ્રાન્સફર કરેલી રકમ લાભાર્થીના યુપીઆઈ-સક્ષમ બેંક ખાતામાં તરત જ જમા થઈ જાય છે.
વ્યવહારો QAR 10 થી QAR 4,000 સુધીની રકમ માટે શરૂ કરી શકાય છે, જે વ્યવહાર દીઠ મહત્તમ ₹1,00,000 ના સમકક્ષ હોઈ શકે છે. વ્યવહાર દીઠ QAR 15 નો ફ્લેટ સર્વિસ ચાર્જ લાગુ પડશે.
આ સેવા કતારમાં રહેતા વિશાળ ભારતીય સમુદાય માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, જે ભારતમાં પરિવારજનોને નાણાં મોકલવા માટે એક વિશ્વસનીય, સુલભ અને પોસાય તેવું માધ્યમ પૂરું પાડે છે. યુપીઆઈની ક્ષમતાઓ સાથે ટપાલ નેટવર્કની સુલભતાને જોડીને, આ પહેલ વધુ નાણાંકીય સમાવેશ અને બંને દેશો વચ્ચે સીમલેસ ડિજિટલ નાણાકીય કનેક્ટિવિટીમાં યોગદાન આપે છે.
કતાર-ભારત કોરિડોર આંતરરાષ્ટ્રીય ટપાલ નાણાંકીય સેવાઓના આધુનિકીકરણ અને ભારત અને કતાર વચ્ચે ડિજિટલ નાણાંકીય સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. UPU-IP નું યુપીઆઈ સાથેનું એકીકરણ સમાવેશી, આંતર-કાર્યક્ષમ અને કાર્યક્ષમ સરહદ પારની નાણાંકીય સેવાઓને સુવિધાજનક બનાવવામાં ટપાલ નેટવર્ક અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા દર્શાવે છે.
યુપીઆઈ સંચાલિત પોસટ્રાન્સફર એ યુનિવર્સલ પોસ્ટેલ યુનિયન્સ ઈન્ટરકનેક્શન પ્લેટફોર્મ (UPU-IP)ના ભારતના યુપીઆઈ (UPI) ઇકોસિસ્ટમ સાથેના એકીકરણ દ્વારા સક્ષમ કરાયેલી એક આંતરરાષ્ટ્રીય ઈનવર્ડ રેમિટેન્સ સેવા છે. તે ભાગ લેનાર ટપાલ ઓપરેટરોને ગ્રાહકોને ભારતમાં યુપીઆઈ-સક્ષમ બેંક ખાતાઓમાં નાણાં મોકલવા માટે એક સરળ અને સુરક્ષિત પ્રણાલી પૂરી પાડવા માટે સક્ષમ બનાવે છે.
ઈન્ડિયા પોસ્ટ અન્ય દેશોના ટપાલ ઓપરેટરો સાથે પણ યુપીઆઈ સંચાલિત વધારાના પોસટ્રાન્સફર કોરિડોર શરૂ કરવા માટે કામ કરી રહ્યું છે, જેનાથી ભારતીય પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય નાણાંકીય કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

SM/DK/JD
(रिलीज़ आईडी: 2300498)
आगंतुक पटल : 25