ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ 'હર ઘર તિરંગા' અભિયાન દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિ અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે

તિરંગો આપણા રાષ્ટ્ર પ્રત્યેના પવિત્ર ગૌરવ અને આપણી એકતાની શક્તિનું પ્રતીક છે

કરોડો દેશવાસીઓ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સશક્ત બનાવી રહ્યા છે

ગૃહ મંત્રીએ દરેક નાગરિકને આ જનઆંદોલનમાં કરોડો અન્ય લોકો સાથે જોડાવા અપીલ કરી

દરેક નાગરિકે પોતાના ઘરે તિરંગો લહેરાવીને અને http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરીને દેશભક્તિની ઉજવણી કરવી જોઈએ

प्रविष्टि तिथि: 13 AUG 2026 5:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. ગૃહ મંત્રીએ દરેક નાગરિકને આ જન આંદોલનમાં કરોડો અન્ય લોકો સાથે જોડાવા અને પોતાના ઘરે તિરંગો લહેરાવીને તથા http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરીને દેશભક્તિની ઉજવણી કરવા અપીલ કરી હતી.

X પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, “આજે નવી દિલ્હી સ્થિત મારા નિવાસસ્થાને મેં #HarGharTiranga અભિયાન હેઠળ તિરંગો લહેરાવ્યો. મોદીજીના નેતૃત્વમાં શરૂ કરાયેલ આ અભિયાન આજે દરેક ભારતીયના દિલમાં દેશભક્તિ અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરી રહ્યું છે. આજે કરોડો દેશવાસીઓ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત બનાવી રહ્યા છે.

ગૃહ મંત્રીએ X પરની અન્ય પોસ્ટમાં કહ્યું, “તિરંગા આપણા રાષ્ટ્રમાં આપણા પવિત્ર ગૌરવ અને આપણી એકતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીને #હરઘરતિરંગા અભિયાનમાં જોડાયો. હું દરેક નાગરિકને આ અભિયાનમાં કરોડો અન્ય લોકો સાથે એક થવા અને તમારા ઘરે તિરંગો લહેરાવીને તથા http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરીને દેશભક્તિની ઉજવણી કરવા વિનંતી કરું છું.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2299070) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Marathi , Odia , English , Urdu , हिन्दी , Kannada , Malayalam