પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશ્વ હાથી દિવસ પર ભારતના મજબૂત સંરક્ષણ પ્રયાસો પર ભાર મૂક્યો

प्रविष्टि तिथि: 12 AUG 2026 1:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે વિશ્વ હાથી દિવસ પર, આપણે ભવ્ય હાથીની ઉજવણી કરીએ છીએ, જે ભારતના પર્યાવરણીય વારસાનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે વિશ્વના 60%થી વધુ જંગલી એશિયન હાથીઓ ભારતમાં જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આપણા દેશમાં 33 એલિફન્ટ રિઝર્વ છે, જે હાથીઓ માટે કુદરતી આવાસ પૂરા પાડે છે અને તેમના લાંબા ગાળાના સંરક્ષણ માટેના આપણા પ્રયાસોને મજબૂત બનાવે છે. શ્રી મોદીએ તમામ વન કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, મહાવતો અને સ્થાનિક સમુદાયો પર પણ ગર્વ વ્યક્ત કર્યો હતો જેઓ આવા તમામ પ્રયાસોનો અભિન્ન અંગ છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

"વિશ્વ હાથી દિવસ પર, આપણે ભવ્ય હાથીની ઉજવણી કરીએ છીએ જે ભારતના પર્યાવરણીય વારસાનું અભિન્ન ભાગ રહ્યો છે. એ આનંદની વાત છે કે ભારત વિશ્વના 60% થી વધુ જંગલી એશિયાઈ હાથીઓનું ઘર છે. આપણા દેશમાં 33 એલિફન્ટ રિઝર્વ છે, જે હાથીઓ માટે કુદરતી આવાસ પૂરા પાડે છે અને તેમના લાંબા ગાળાના સંરક્ષણ માટેના આપણા પ્રયાસોને મજબૂત બનાવે છે. અમને તમામ વન કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, મહાવતો અને સ્થાનિક સમુદાયો પર પણ ગર્વ છે જેઓ આવા તમામ પ્રયાસોનો અભિન્ન અંગ છે."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2298139) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam