વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કોમ્પિટેર ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, માળખાકીય અને સ્પર્ધા-મૈત્રીપૂર્ણ સુધારાઓ માટે વૈશ્વિક રેન્કિંગમાં ભારત 82મા ક્રમેથી 57મા ક્રમે પહોંચી ગયું છે
સુધારેલ રેન્કિંગ 2010 અને 2023 વચ્ચે બજારની નબળાઈઓને દૂર કરવા અને સ્પર્ધાને મજબૂત બનાવવામાં થયેલી પ્રગતિને પ્રતિબિંબિત કરે છે: CTIL
प्रविष्टि तिथि:
30 JUL 2026 12:09PM by PIB Ahmedabad
કોમ્પિટેર ફાઉન્ડેશનના રિપોર્ટ, "ઈન્ડિયાઝ નેક્સ્ટ ગ્રોથ ફ્રન્ટીયર: રિડ્યુસિંગ એન્ટી-કોમ્પિટિટિવ માર્કેટ ડિસ્ટોર્શન ટુ બિલ્ડ ઓન ઈન્ડિયાઝ 2010–2023 રિફોર્મ પ્રોગ્રેસ" અનુસાર, ભારત વૈશ્વિક રેન્કિંગમાં 82મા ક્રમેથી 57મા ક્રમે પહોંચી ગયું છે. આ 2010 અને 2023 વચ્ચે માળખાકીય અને સ્પર્ધા-વધારતા સુધારાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ રિપોર્ટ માર્કેટ ડિસ્ટોર્શન પર્ફોર્મન્સ ઇન્ડેક્સ હેઠળ ભારતના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે અને 2010 અને 2023 વચ્ચે દેશની સુધારા યાત્રાની તપાસ કરે છે. તે આ સુધારાને બજાર વિકૃતિઓ ઘટાડવા અને સ્પર્ધાને મજબૂત બનાવવાના સતત પ્રયાસોને આભારી છે.
આ અહેવાલ "ઈન્ડિયા રિફોર્મ ટ્રેજેક્ટરી, માર્કેટ ડિસ્ટોરસન્સ એન્ડ ધ નેક્સ્ટ ફ્રન્ટીયર ફોર ગ્રોથ એન્ટ કોમ્પિટિટિવનેસ" વિષય પરની ચર્ચા દરમિયાન બહાર પાડવામાં આવ્યો હતો. આ ચર્ચા સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લો (CTIL), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT), નવી દિલ્હી દ્વારા કોમ્પિટિટર ફાઉન્ડેશન ફોર ટ્રેડ એન્ડ કોમ્પિટિશન પોલિસીના સહયોગથી નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે યોજાઈ હતી. આ ચર્ચા ભારતની માળખાકીય સુધારા યાત્રા, સ્પર્ધાત્મકતા વધારવા માટેના નીતિગત પગલાં અને બદલાતા વૈશ્વિક વ્યાપાર વાતાવરણમાં વૃદ્ધિ ટકાવી રાખવા માટે જરૂરી સુધારાના આગામી તબક્કા પર કેન્દ્રિત હતી.
આ અહેવાલ ત્રણ વ્યાપક સ્તંભો—મિલકતના અધિકારોનું રક્ષણ, દેશીય સ્પર્ધા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા—પર બજારની વિકૃતિઓનું મૂલ્યાંકન કરે છે. તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલીકરણ, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC), નિયામક વાતાવરણમાં સુધારા અને વેપાર સુવિધા પ્રણાલીઓના આધુનિકીકરણ જેવા સુધારાઓ પર પ્રકાશ પાડે છે. તે સ્પર્ધા, રોકાણની પરિસ્થિતિઓ, ડિજિટલ બજારો અને ભારતની સ્પર્ધાત્મકતા તથા આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગીદારીને અસરો કરતા બાહ્ય નિયામક અવરોધો સંબંધિત વિકાસની પણ તપાસ કરે છે.
ઉદ્ઘાટન સત્રની શરૂઆત પ્રોફેસર અને હેડ, સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લો (CTIL), ડો. જેમ્સ જે. નેડુમ્પારાના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમણે વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં ભારતના સુધારાના માર્ગનું મૂલ્યાંકન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના સ્ટેટ ઈલેક્શન કમિશનર અને ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ શ્રી સુધાંશુ પાંડેએ કીનોટ એડ્રેસ આપ્યું હતું. આ પછી કોમ્પીટીયર ફાઉન્ડેશન ફોર ટ્રેડ એન્ડ કોમ્પિટિશન પોલિસીના ચેરમેન અને પ્રેસિડેન્ટ શ્રી શંકર સિંઘમ દ્વારા અહેવાલના મુખ્ચ તારણો પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આ અહેવાલ સ્પર્ધા નીતિ માટે પુરાવા-આધારિત અને ઈફેક્ટ-ઓરિએન્ટેડ અભિગમ જાળવવા, ગ્રાહક કલ્યાણના પરિણામોના સંદર્ભમાં ક્ષેત્ર-વિશિષ્ટ રોકાણ નિયંત્રણોની સમીક્ષા કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિયામક અવરોધોને ઉકેલવા માટે સમાન વિચારધારા ધરાવતા વેપારી ભાગીદારો સાથે સહયોગ મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂકે છે.
પેનલ ચર્ચામાં ભારતના સુધારાના અનુભવ, સ્પર્ધા નીતિ, રોકાણનું વાતાવરણ, બજારની વિકૃતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉભરતા પડકારો પર વિચાર-વિમર્શ કરવા માટે કાનૂની, ઉદ્યોગ, શૈક્ષણિક અને નીતિ વિષયક સમુદાયોના નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રશ્નોત્તરી સત્ર સાથે સમાપ્ત થયો હતો.
આ કાર્યક્રમમાં ભારતની સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા અને વૈશ્વિક અર્થતંત્ર સાથેના સંકલનને મજબૂત કરવા માટેના નીતિગત પગલાં પર ચર્ચા કરવા માટે કાનૂની, શૈક્ષણિક, ઉદ્યોગ અને નીતિ વિષયક સમુદાયોના પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા.

રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2291582)
आगंतुक पटल : 13