પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે બીજી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે બીજી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, અને ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવી

પ્રધાનમંત્રીએ સરકારમાં આડી (Horizontal) અને ઊભી (Vertical) બંને પ્રકારની શિલોઝ (અલગ-અલગ કામ કરવાની પદ્ધતિ)ને તોડી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા અને જટિલ ક્ષેત્રોમાં દેશી સક્ષમતાઓના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ સાયબર સુરક્ષા ઇકોસિસ્ટમમાં યુવા ઇનોવેટર્સ અને સાહસિકોની વધુ ભાગીદારી પ્રોત્સાહિત કરી

પ્રધાનમંત્રીએ ખોટી માહિતીનો સામનો કરવા માટે વ્યુહાત્મક ક્ષેત્રો પર સક્રિય પહોંચ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે હંમેશા યુવાન, ગતિશીલ અને ભવિષ્યલક્ષી રહેવું જોઈએ, જે ચપળતા અને ઇનોવેશન સાથે નવા પડકારો અને તકો માટે સતત અનુકૂલન સાધતી રહે

સચિવોએ મુખ્ય પહેલો, ઉભરતી તકો અને અમલીકરણના પડકારો અંગેના અનુભવો અને દ્રષ્ટિકોણ શેર કર્યા

प्रविष्टि तिथि: 28 JUL 2026 8:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે બીજી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, અને ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ (એક્શન એજન્ડા) ની સમીક્ષા કરી હતી. બેઠકમાં વિકસિત ભારતના લક્ષ્યો તરફની પ્રગતિને ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને ઉદ્દેશ્યની સાથેની ભાવના સાથે કામ કરવા વિનંતી કરતા મંત્રાલયો અને વિભાગોમાં ટીમ બિલ્ડિંગ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે સરકારમાં આડી અને ઊભી બંને પ્રકારની શિલોઝને તોડી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી વિભાગો નજીકના સંકલનમાં કામ કરે અને એકીકૃત પરિણામો આપે.

નાગરિક-કેન્દ્રી શાસનના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના લોકો શાસનના કેન્દ્રમાં રહેવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું હતું કે દરેક નિર્ણય અને નીતિ સામાન્ય નાગરિકના હિતો અને આકાંક્ષાઓ દ્વારા માર્ગદર્શિત હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, ત્યારે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા માટે સમાન પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા અને જટિલ ક્ષેત્રોમાં દેશી સક્ષમતાઓના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે ઊર્જા સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સ્થિરતા અને નાગરિકોના કલ્યાણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે ઇનોવેશન, વૈવિધ્યકરણ અને ઝડપી ક્ષમતા નિર્માણ દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી જોઈએ.

સુધારાઓ એ માત્ર કોઈ ફેશનેબલ શબ્દ નથી પરંતુ અસરકારક શાસન માટે સતત જરૂરિયાત છે તેના પર ભાર મૂકતાં, પ્રધાનમંત્રીએ પ્રક્રિયાઓમાં સુધારો કરવા, કાર્ય સંસ્કૃતિમાં સુધારો કરવા અને સંસ્થાકીય કાર્યક્ષમતા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ સિસ્ટમો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવા માટે ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે સાયબર સુરક્ષા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ઉભરતા સાયબર ખતરાઓ સામે સતત સતર્કતા દાખવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સાયબર સુરક્ષા ઇકોસિસ્ટમમાં યુવા ઇનોવેટર્સ અને સાહસિકોની વધુ ભાગીદારી પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક દેશવ્યાપી ચળવળમાં વિકસિત થવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ખોટી માહિતી અને આવા પ્રયાસોની આસપાસની પાયાવિહોણી અફવાઓ તથા ડરનો સામનો કરવા માટે, જ્યાં દેશ મુખ્ય પહેલો કરી રહ્યો છે તેવા વ્યુહાત્મક ક્ષેત્રો પર સક્રિય સંદેશાવ્યવહારના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી કહે છે કે ઉભરતા અને ભવિષ્યના ઉદ્યોગો દ્વારા જરૂરી કૌશલ્યો સાથે વર્કફોર્સને સજ્જ કરવા માટે ઉદ્યોગ સાથે ભાગીદારીમાં નવા શૈક્ષણિક અભ્યાસક્રમોનું આયોજન કરવું જોઈએ. તેમણે એ પણ અવલોકન કર્યું કે સરકારે હંમેશા યુવાન, ગતિશીલ અને ભવિષ્યલક્ષી રહેવું જોઈએ, જે ચપળતા અને ઇનોવેશન સાથે નવા પડકારો અને તકો માટે સતત અનુકૂલન સાધતી રહે.

બેઠકમાં સચિવો દ્વારા તેમના સંબંધિત ક્ષેત્રોમાં પ્રગતિ, પ્રાથમિકતાઓ અને અમલીકરણના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, મુખ્ય મંત્રાલયો અને વિભાગોના સચિવો અને પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2290793) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Khasi , Marathi , हिन्दी , Tamil , Telugu