પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 'મન કી બાત'ના 136મા એપિસોડમાં પોતાના સંબોધનના અંશો શેર કર્યા

प्रविष्टि तिथि: 26 JUL 2026 9:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' ના 136મા એપિસોડમાં પોતાના સંબોધનના અંશો શેર કર્યા છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

આપણા રાષ્ટ્રનું રક્ષણ કરનારા અને તેને વધુ મજબૂત બનાવનારા તમામ લોકોને નમન!

#MannKiBaat”

“'કેચ ધ રેઈન' અભિયાનનો એક સરળ સંદેશ છે... અસરકારક રીતે પાણીનું સંરક્ષણ કરવું. આ અંગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના પ્રયાસોને રેખાંકિત કર્યા.

#MannKiBaat”

કઠિન મહેનતથી મળેલી જીત ખાસ હોય છે, પરંતુ જ્યારે તે કોઈ ઐતિહાસિક સ્થળે મળે છે, ત્યારે તે આનંદને બેવડાવી દે છે!

જ્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં જીત મેળવી ત્યારે આ જ બન્યું! ટીમને અભિનંદન અને તેમના આગળના પ્રયાસો માટે શુભકામનાઓ.

#MannKiBaat”

એર્નાકુલમ, કેરળમાં, એક અનોખો પ્રયાસ થયો જે ફૂટબોલને સંસ્કૃત સાથે સુંદર રીતે જોડે છે.

#MannKiBaat”

center>

છેલ્લો મહિનો વિજ્ઞાન અને અવકાશ માટે ઉત્કૃષ્ટ રહ્યો છે. વિક્રમ-1 ની સફળતાએ આખા રાષ્ટ્રની કલ્પનાને જકડી લીધી છે. સાથે જ, વિવિધ ઓલિમ્પિયાડ્સમાં મળેલી સફળતા ચોક્કસપણે વધુ યુવાનોને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરિત કરશે.

#MannKiBaat”

વાગૂને પુનર્જીવિત કરવા અને લોકપ્રિય બનાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા પ્રયાસ પર ગર્વ છે... હું આપ સૌને આગ્રહ કરું છું કે આપના ઘરોમાં પણ એક ચોક્કસ લાવો.

#MannKiBaat”

ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર પ્રયાસો દર્શાવે છે કે આપણે કુદરતને કેટલું મહત્વ આપીએ છીએ.

#MannKiBaat”

ડૉ. રોનાલ્ડો લાઇશરામના આચરણથી સાબિત થયું છે કે સફળતાઓ અને સિદ્ધિઓ છતાં, માણસ હંમેશાં પોતાના મૂળિયાં સાથે જોડાયેલો રહે છે.

#MannKiBaat”

ખાદી એક નોંધપાત્ર પુનરુત્થાનની સાક્ષી બની રહી છે, જેનું વેચાણ છેલ્લા 12 વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વધતી લોકપ્રિયતા સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવી રહી છે અને અસંખ્ય કારીગરો માટે તકો ઊભી કરી રહી છે. આગામી તહેવારોની મોસમ દરમિયાન, ચાલો આપણે ઓછામાં ઓછી એક ખાદી પ્રોડક્ટ ખરીદીએ અને 'વોકલ ફોર લોકલ' ને વધુ ગતિ આપીએ.

#MannKiBaat”

ત્રિપુરાના શ્રી સુર્જા કુમાર દેબ્બરમા જીનું ચોંગપ્રેંગને લોકપ્રિય બનાવવાનું કામ પ્રશંસનીય છે. અને, તે દર્શાવે છે કે આપણી સંગીત પરંપરાઓ કેટલાય વર્ષોથી કેવી રીતે જીવંત રહી છે.

#MannKiBaat”

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓએ એક એવી સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે, જેણે ઘણી માતાઓ-બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી સુગંધ ભેળવી દીધી છે. સ્વાદ અને ગુણોને કારણે તેમની બ્રાન્ડે ખૂબ ઓછા સમયમાં જ લોકો વચ્ચે ખાસ ઓળખ બનાવી લીધી છે.

#MannKiBaat”

બિહારના સીતામઢીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરામાંથી આકર્ષક અને ટકાઉ બેન્ચ બનાવવામાં આવી રહી છે. વેસ્ટ ટુ વેલ્થનો આ અનોખો પ્રયાસ બતાવે છે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ આજે માત્ર એક નારો નથી, પરંતુ જીવનનો હિસ્સો બનતો જઈ રહ્યો છે.

#MannKiBaat”

મને આ વાતની ખૂબ પ્રસન્નતા છે કે ગણેશ ઉત્સવ પર માટીની મૂર્તિ બનાવવાની મારી અપીલ પર દેશવાસીઓએ ખૂબ હકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેમણે મને જે સંદેશાઓ મોકલ્યા છે, તેમનાથી ગણપતિની ભક્તિની સાથે-સાથે પ્રકૃતિ પ્રત્યે તેમના સમર્પણ ભાવની ખબર પડે છે.

#MannKiBaat”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2289721) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi