નાગરિક ઉડ્ડયન મંત્રાલય
જાહેર એડવાઇઝરી: નકલી (ફ્રોડ્યુલન્ટ) એર સુવિધા 2.0 વેબસાઇટ્સથી સાવધાન રહો
प्रविष्टि तिथि:
25 JUL 2026 3:59PM by PIB Ahmedabad
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક નકલી વેબસાઇટ્સ અને પોર્ટલ્સ એર સુવિધા 2.0 નો સ્વાંગ રચી રહ્યા છે અને મુસાફરોને પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ કરીને ગુમરાહ કરી રહ્યા છે.
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે એર સુવિધા 2.0 સેવાઓ મફત પૂરી પાડવામાં આવે છે, અને સેલ્ફ-ડિકલેરેશન ફોર્મ સબમિટ કરવા માટે કોઈ ચૂકવણીની જરૂર નથી. એકમાત્ર અધિકૃત એર સુવિધા 2.0 પોર્ટલ છે: https://airsuvidha.civilaviation.gov.in/
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિગત અથવા મુસાફરી સંબંધિત માહિતી શેર કરતા પહેલા વેબસાઇટની URL ની કાળજીપૂર્વક ચકાસણી કરે અને એર સુવિધા 2.0 સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરતી કોઈપણ અનધિકૃત વેબસાઇટ પર ચૂકવણી કરવાનું ટાળે.
મુસાફરોને ફક્ત અધિકૃત પોર્ટલનો ઉપયોગ કરવા અને અસલી માહિતી માટે અધિકૃત સરકારી સંચાર પર આધાર રાખવા વિનંતી કરવામાં આવે છે.
મુસાફરોની જાગૃતિ અને જાહેર સલામતીના હિતમાં જારી કરાયેલ.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2289375)
आगंतुक पटल : 16