માહિતી અને પ્રસારણ મંત્રાલય
અશ્લીલ સામગ્રી દર્શાવવા અને IT એક્ટ તથા અન્ય લાગુ કાયદાઓના ઉલ્લંઘન બદલ છેલ્લા બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બંધ કરાયા
प्रविष्टि तिथि:
22 JUL 2026 3:15PM by PIB Ahmedabad
ડિજિટલ મીડિયા પર વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) માટે એક સંસ્થાકીય તંત્ર સ્થાપિત કરવા માટે સરકારે IT એક્ટ, 2000 હેઠળ 25.02.2021 ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા, એથિક્સ કોડ) રૂલ્સ, 2021 અધિસૂચિત કર્યા છે.
આ નિયમોનો ભાગ-III ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) માટે આચારસંહિતા પૂરી પાડે છે. IT નિયમો, 2021 ની જોગવાઈઓ હેઠળ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે.
IT એક્ટ, 2000 ની કલમ 79(3)(b) ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવા/એક્સેસ બંધ કરવા માટે મધ્યસ્થીઓને સૂચના આપવાની જોગવાઈ કરે છે.
ફરિયાદોના આધારે, સરકાર આવા મધ્યસ્થીઓ અને OTT પ્લેટફોર્મ્સ સામે નિયમિતપણે કાર્યવાહી કરે છે. અશ્લીલ સામગ્રી દર્શાવવા માટે અને IT એક્ટની કલમ 67 અને 67A, BNS ની કલમ 294 અને સ્ત્રીઓનું અસભ્ય નિરૂપણ (પ્રતિબંધ) અધિનિયમ, 1986 ની કલમ 4 ના ઉલ્લંઘન બદલ સરકારે છેલ્લા બે વર્ષમાં ભારતમાં સાર્વજનિક પહોંચ માટે 50 OTT પ્લેટફોર્મ બંધ કર્યા છે.
આ માહિતી, માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને આજે લોકસભામાં શ્રી રાજાભાઉ પરાગ પ્રકાશ વાજે દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2287647)
आगंतुक पटल : 26