પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
18 JUL 2026 1:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્કાયરૂટ એરોસ્પેસ ટીમ સાથે વાત કરી અને તેમને વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મહત્વવપૂર્ણ વળાંક છે. આપણા ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી નવા રસ્તાઓ ખોલી રહી છે અને નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે.
શ્રી મોદીએ કહ્યું, "આ સિદ્ધિ અસંખ્ય યુવાનોને ભય વિના મોટા સપના જોવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરશે."
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
સ્કાયરૂટ એરોસ્પેસ ટીમ સાથે વાત કરી અને વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર તેમને અભિનંદન આપ્યા હતા.
ભારતની અવકાશ યાત્રામાં આ એક મહત્વપૂર્ણ વળાંક છે. આપણા ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી નવા રસ્તાઓ ખોલી રહી છે અને નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે.
આ સિદ્ધિ અસંખ્ય યુવાનોને ભય વિના મોટા સપના જોવા અને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરશે.
@SkyrootA
IJ/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2286049)
आगंतुक पटल : 14