સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહમાં અગ્રણી પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે


વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અંતર્ગત 232 અનાજ સંગ્રહ ગોદામો હસ્તાંતરિત અને ઉદ્ઘાટન કરવામાં આવશે

અમૂલ અને એનસીસીએફ (NCCF) દ્વારા 64 એકરના સહકારી વનીકરણ પ્રોજેક્ટ ‘સહકાર વન’ નું ભૂમિપૂજન

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બીબીએસએસએલ (BBSSL) ની ટિશ્યુ કલ્ચર સુવિધાઓનું ભૂમિપૂજન

એનસીડી 3.0 (NCD 3.0), જીઓ-ટેગ મોબાઇલ એપ્લિકેશન અને એનડીડીબી (NDDB) ના મિલ્ક સપ્લાય રિવ્યૂ ડેશબોર્ડ પોર્ટલનું લોન્ચિંગ

50,000 પેક્સ (PACS) ને ઇ-પેક્સ (e-PACS) માં રૂપાંતરિત કરવામાં આવશે

શ્રી અમિત શાહ અર્બન કોઓપરેટિવ બેંકો માટે એનયુસીએફડીસી (NUCFDC) ની બે મોટી ડિજિટલ પહેલો — 'સહકાર સીબીએસ' અને 'સહકાર સહયોગી' નું અનાવરણ કરશે

કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન મલ્ટી-સ્ટેટ લિમિટેડ અને ગોમય કોઓપરેટિવ સોસાયટી મલ્ટી-સ્ટેટ લિમિટેડનું ઉદ્ઘાટન

બિયારણ પ્રણાલીને મજબૂત કરવા બીબીએસએસએલ (BBSSL) અને ICAR વચ્ચે એમઓયુ MoU પર હસ્તાક્ષર કરવામાં આવશે; ડેરી સહકારી મંડળીઓ માટે મોડેલ બાય-લોઝ બહાર પાડવામાં આવશે

प्रविष्टि तिथि: 05 JUL 2026 5:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે, 6 જુલાઈ 2026ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે સહકારિતા મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર સે સમૃદ્ધિ" ના વિઝનને અનુરૂપ અને શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ યોજાશે, જેમણે સહકારી ક્ષેત્રને વધુ પારદર્શિતા, ટેક્નોલોજી અપનાવવા, સંસ્થાકીય મજબૂતીકરણ અને પાયાના સ્તરે સશક્તિકરણ તરફ માર્ગદર્શન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં, મંત્રાલયે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS), સહકારી બેંકો, ડેરી સહકારી મંડળીઓ, શહેરી સહકારી મંડળીઓ, રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ અને મલ્ટી-સ્ટેટ સહકારી મંડળીઓ માટે અનેક પરિવર્તનકારી પહેલો હાથ ધરી છે.

આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તેમજ પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ; રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા; સહકારિતા રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર; અને સહકારિતા તેમજ નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ પણ ઉપસ્થિત રહેશે. વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ જેમાં સહકારિતા મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુતાની; કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી અતિશ ચંદ્રા; અને પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રી નરેશ પાલ ગંગવાર પણ હાજર રહેશે. રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ, સહકારી સંઘો, સહકારી બેંકો, ડેરી સહકારી મંડળીઓ, ભારત ટેક્સી, પેક્સ (PACS) અને સહકારી ક્ષેત્રના અન્ય હિતધારકોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

શ્રી અમિત શાહ આ પ્રસંગે કેટલાક મોટા પ્રોજેક્ટ્સ અને પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આમાં 232 અનાજ સંગ્રહ ગોદામોનું ઉદ્ઘાટન, અમૂલ અને એનસીસીએફ દ્વારા 'સહકાર વન' નું ભૂમિપૂજન, ઉત્તર પ્રદેશના બારાબંકી અને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બીબીએસએસએલ (BBSSL) ની ટિશ્યુ કલ્ચર સુવિધાઓનું ભૂમિપૂજન, એનસીડી 3.0 અને જીઓ-ટેગ મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ, એનડીડીબીના મિલ્ક સપ્લાય રિવ્યૂ ડેશબોર્ડ પોર્ટલનું લોન્ચિંગ, કોઓપરેટિવ ઇનપુટ્સ એન્ડ સર્વિસીસ ડિલિવરી મલ્ટી-સ્ટેટ લિમિટેડ હેઠળ ડેરી પશુઓની ઉત્પાદકતા સંબંધિત પહેલો, કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન મલ્ટી-સ્ટેટ લિમિટેડનું ઉદ્ઘાટન, ગોમય કોઓપરેટિવ સોસાયટી મલ્ટી-સ્ટેટ લિમિટેડનું ઉદ્ઘાટન, અને એનયુસીએફડીસી (NUCFDC) ની બે મોટી પહેલો — 'સહકાર સીબીએસ' (એક કેન્દ્રીકૃત કોર બેંકિંગ પ્લેટફોર્મ) અને અર્બન કોઓપરેટિવ બેંકો માટે કન્વર્ઝેશનલ એઆઈ-સંચાલિત પ્લેટફોર્મ 'સહકાર સહયોગી' નું અનાવરણ શામેલ છે.

આ કાર્યક્રમનું અન્ય એક મુખ્ય આકર્ષણ 50,000 પેક્સ (PACS) ને ઇ-પેક્સ (e-PACS) માં રૂપાંતરિત કરવાનું રહેશે, જે પાયાની સહકારી સંસ્થાઓના ડિજિટલ સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

કાર્યક્રમ દરમિયાન, બિયારણ પ્રણાલીને મજબૂત કરવા માટે BBSSL અને ICAR વચ્ચે એક સમજૂતી જ્ઞાપન (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે, શ્રી અમિત શાહ ડેરી સહકારી મંડળીઓ માટે મોડેલ બાય-લોઝ અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સહકારિતા મંત્રાલયની સિદ્ધિઓને દર્શાવતું એક પુસ્તક બહાર પાડશે.

આ સમારોહ ખેડૂતો, મહિલાઓ, યુવાનો, નાના ઉત્પાદકો, ડેરી ખેડૂતો, શહેરી સહકારી મંડળીઓ અને ગ્રામીણ સંસ્થાઓને "સહકાર સે સમૃદ્ધિ" અને વિકસિત તેમજ આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડતી એક સહકારી ઇકોસિસ્ટમ બનાવવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2281347) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Odia , Tamil , Malayalam