PIB Backgrounder
azadi ka amrit mahotsav

GAGAN: ચોકસાઈ સાથે ભારતીય આકાશમાં નેવિગેશન

प्रविष्टि तिथि: 01 JUL 2026 2:50PM by PIB Ahmedabad
ગગન - GAGAN (GPS Aided GEO Augmented Navigation) એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વિકસિત ભારતની સ્વદેશી સેટેલાઇટ-બેઝ્ડ ઓગમેન્ટેશન સિસ્ટમ છે. તે જીપીએસ (GPS)ની ચોકસાઈ વધારે છે અને સુરક્ષિત એરક્રાફ્ટ નેવિગેશન માટે ઇન્ટિગ્રિટી (અખંડિતતા/વિશ્વસનીયતા)ની માહિતી પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પ્રમાણિત થયેલ ગગન, સેટેલાઇટ આધારિત લેન્ડિંગમાં મદદ કરે છે અને એવિએશન (વિમાનન) સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ સેવા આપે છે. સ્વદેશી નેવિગેશન ક્ષમતાઓને મજબૂત કરીને, ગગન ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા અને સેટેલાઇટ નેવિગેશનમાં વૈશ્વિક નેતૃત્વના ભારતના વિઝનને વધુ દ્રઢ બનાવે છે.

ચોક્કસ નેવિગેશનની જરૂરિયાત: ભારતે શા માટે ગગન બનાવ્યું?

એવિએશન ક્ષેત્રે અત્યંત સચોટ નેવિગેશનની જરૂર હોય છે, જ્યાં પોઝિશનિંગ (સ્થાન નિર્ધારણ) ની સહેજ પણ ભૂલ ફ્લાઇટની સુરક્ષાને અસર કરી શકે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) વિમાનને તેનું સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે, પરંતુ વાતાવરણીય પરિસ્થિતિઓ અને ભૂલોના અન્ય સ્ત્રોતોને કારણે તેના સિગ્નલો પ્રભાવિત થઈ શકે છે. ભારત જ્યારે એક મુખ્ય એવિએશન માર્કેટ તરીકે પાંખો ફેલાવી રહ્યું છે, ત્યારે ચોક્કસ અને વિશ્વસનીય નેવિગેશનની જરૂરિયાત રાષ્ટ્રીય અગ્રતા બની ગઈ છે.

આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) એ સંયુક્ત રીતે 'જીપીએસ એઇડેડ જીઇઓ ઓગમેન્ટેડ નેવિગેશન' (GAGAN) સિસ્ટમ વિકસાવી છે. તે એક સેટેલાઇટ-બેઝ્ડ ઓગમેન્ટેશન સિસ્ટમ (SBAS) છે, જે રીઅલ-ટાઇમ કરેક્શન અને ઇન્ટિગ્રિટીની માહિતી આપીને જીપીએસમાં સુધારો કરે છે. જો જીપીએસ સિગ્નલ નેવિગેશન માટે અયોગ્ય હોય, તો ઇન્ટિગ્રિટીની માહિતી પાઇલોટ્સને તે અંગે સતર્ક કરે છે.

ગગન પ્રોજેક્ટ વર્ષ 2015 થી સંપૂર્ણપણે કાર્યરત છે. તેણે ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને જાપાનની સાથે ઓપરેશનલ SBAS ધરાવતા દેશોના એક ચુનંદા જૂથમાં સ્થાન અપાવ્યું છે. આજે, ગગન ભારતીય હવાઈ ક્ષેત્રમાં વધુ સુરક્ષિત એરક્રાફ્ટ કામગીરીને ટેકો આપે છે અને એવિએશન ઉપરાંત પણ તેની એપ્લિકેશન્સ છે. તે ભારતની સ્વદેશી નેવિગેશન ક્ષમતાને પણ મજબૂત કરે છે અને દેશના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારે છે.

ભારતની નેવિગેશન ઇકોસિસ્ટમમાં ગગન

તેના લોન્ચિંગ પછી, ગગન સતત વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત નેવિગેશનલ સેટેલાઇટ તરીકે વિકસિત થયો છે. વર્ષો જતાં, તેણે મુખ્ય પ્રમાણપત્રો અને ઓપરેશનલ સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. તેની તાજેતરની સિદ્ધિ જૂન 2026 માં આવી, જ્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ગગનનો ઉપયોગ કરીને કોમર્શિયલ જેટ એરક્રાફ્ટ પર ભારતના પ્રથમ સેટેલાઇટ-આધારિત લેન્ડિંગ સિસ્ટમ એપ્રોચનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.

ગગનના મુખ્ય તત્વો

ગગન ગ્રાઉન્ડ સ્ટેશનો, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સના એક સંકલિત નેટવર્ક દ્વારા કામ કરે છે. આ તત્વો રીઅલ-ટાઇમમાં જીપીએસ સિગ્નલોનું નિરીક્ષણ કરે છે, સુધારાઓની ગણતરી કરે છે અને એરક્રાફ્ટમાં ઉન્નત નેવિગેશન માહિતી પ્રસારિત કરે છે.

ક્રમ

મુખ્ય તત્વો

તૈનાત કરાયેલા તત્વોની સંખ્યા

ભૂમિકા

1

ઇન્ડિયન રેફરન્સ સ્ટેશન્સ (INRES)

15

દેશભરમાં જીપીએસ સિગ્નલોનું સતત નિરીક્ષણ કરવું અને કોઈપણ ભૂલો શોધવી.

2

ઇન્ડિયન માસ્ટર કંટ્રોલ સેન્ટર્સ (INMCC)

2

તમામ રેફરન્સ સ્ટેશનો પરથી પ્રાપ્ત થયેલા ડેટાને પ્રોસેસ કરવાં, સિગ્નલ કરેક્શનની ગણતરી કરવી અને ઇન્ટિગ્રિટી માહિતી જનરેટ કરવી.

3

ઇન્ડિયન લેન્ડ અપલિંક સ્ટેશન્સ (INLUS)

3

ગ્રાઉન્ડ પરથી ગગન સેટેલાઇટ્સ પર કરેક્શન અને ઇન્ટિગ્રિટી માહિતી  પ્રસારિત કરવી.

4

કોમ્યુનિકેશન નેટવર્ક્સ

4

તમામ ગગન સ્ટેશનોને જોડવા અને નેવિગેશન ડેટાના સુરક્ષિત, રીઅલ-ટાઇમ ટ્રાન્સમિશનને સક્ષમ કરવું.

5

ગગન પેલોડ્સ ધરાવતા જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ

3

સર્વિસ એરિયામાં સુધારેલા નેવિગેશન સિગ્નલોનું પ્રસારણ કરવું.

શું તમે જાણો છો? જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ (ભૂ-સ્થિર ઉપગ્રહો) પૃથ્વીના પરિભ્રમણ જેટલી જ ઝડપે ભ્રમણકક્ષામાં ફરે છે, જેથી તેઓ એક જ સ્થાન પર સ્થિર દેખાય છે. GSAT-8, GSAT-10, અને GSAT-15 એ ભારતના જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ છે જે ગગન પેલોડ્સ વહન કરે છે. આ વિશિષ્ટ નેવિગેશન સિસ્ટમ્સ છે જે યુઝર્સને ગગનની કરેક્શન અને ઇન્ટિગ્રિટી માહિતી બ્રોડકાસ્ટ કરે છે.

સમગ્ર ક્ષેત્રમાં નેવિગેશનની ચોકસાઈ અને સીમલેસ કામગીરીને વધારીને, તે સેટેલાઇટ-સક્ષમ એવિએશન સેવાઓમાં ભારતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરવાનું જાળવી રાખે છે.

ભારતની સ્વદેશી નેવિગેશન ઇકોસિસ્ટમ

ગગનનું સંકલિત આર્કિટેક્ચર ભારતના વ્યાપક સેટેલાઇટ નેવિગેશન પ્રોગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગગનની સાથે, ભારતે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન - NavIC (નાવિક) વિકસાવ્યું છે, જે તેની સ્વદેશી પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. નાવિક પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પૂરી પાડે છે, જ્યારે ગગન ચોક્કસ એરક્રાફ્ટ નેવિગેશન અને લેન્ડિંગમાં મદદ કરવા માટે જીપીએસ સિગ્નલોને સુધારે છે.

લક્ષણો

ગગન (GAGAN)

નાવિક (NavIC)

સિસ્ટમનો પ્રકાર

સેટેલાઇટ-બેઝ્ડ ઓગમેન્ટેશન સિસ્ટમ (SBAS)

સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ

મુખ્ય કાર્ય

રીઅલ-ટાઇમ કરેક્શન અને ઇન્ટિગ્રિટી માહિતી દ્વારા જીપીએસમાં સુધારો કરે છે

પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પ્રદાન કરે છે

કવરેજ એરિયા

ભારતીય ફ્લાઇટ ઇન્ફોર્મેશન રીજનમાં સિવિલ એવિએશનને સપોર્ટ કરે છે

કવરેજ એરિયામાં ભારત અને ભારતીય સરહદની બહાર 1500 કિમી સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે

શું તમે જાણો છો? વર્ષ 2025 માં, ભારતે નાવિક (NavIC) રેફરન્સ સ્ટેશન સ્થાપવા માટે દક્ષિણ આફ્રિકા સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ રાષ્ટ્રીય સરહદોની બહાર ભારતીય સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમના પ્રદર્શન અને પહોંચને મજબૂત કરશે. આ ભાગીદારી નેવિગેશન સહયોગને વધારે છે અને ભારતની સ્પેસ-બેઝ્ડ પોઝિશનિંગ અને ટાઇમિંગ ક્ષમતાઓમાં વધતા આંતરરાષ્ટ્રીય વિશ્વાસને દર્શાવે છે.

વૈશ્વિક નેવિગેશન નેટવર્ક સાથે ઇન્ટરઓપરેબલ

ગગનને આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશન ધોરણો અનુસાર વિકસાવવામાં આવ્યું છે અને તે વિદેશી સિસ્ટમો સાથે ઇન્ટરઓપરેબલ (પરસ્પર સુસંગત) છે જે જીપીએસ સિગ્નલોની ચોકસાઈમાં સુધારો કરે છે, જેમ કે:

  • યુનાઇટેડ સ્ટેટ્સની વાઈડ એરિયા ઓગમેન્ટેશન સિસ્ટમ (WAAS)
  • યુરોપિયન જીઓસ્ટેશનરી નેવિગેશન ઓવરલે સર્વિસ (EGNOS)
  • જાપાનની મલ્ટી-ફંક્શનલ સેટેલાઇટ ઓગમેન્ટેશન સિસ્ટમ (MSAS)

ગગન એ વિષુવવૃત્તીય ક્ષેત્ર માટે પ્રમાણિત પ્રથમ SBAS પણ છે, જે ભારતને ઓપરેશનલ સેટેલાઇટ-આધારિત ઓગમેન્ટેશન સિસ્ટમ ધરાવતા જૂજ દેશોમાંનો એક બનાવે છે.

સ્વદેશી ઇનોવેશનને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડીને, ગગન ભારતની એવિએશન સુરક્ષા અને નેવિગેશન સેવાઓને મજબૂત કરી રહ્યું છે.

ગગન કાર્યરત: એવિએશન સિવાયના મલ્ટી-સેક્ટોરલ એપ્લિકેશન્સ

જો કે ગગન મુખ્યત્વે સિવિલ એવિએશન માટે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ તેની ઉચ્ચ-ચોકસાઈ ધરાવતી પોઝિશનિંગ અને નેવિગેશન ક્ષમતાઓ અન્ય કેટલાક ક્ષેત્રોને પણ ટેકો આપે છે. જીપીએસ સિગ્નલોની ચોકસાઈ અને વિશ્વસનીયતામાં સુધારો કરીને, ગગન વધુ સુરક્ષિત કામગીરી, વધુ સારા આયોજન અને વધુ કાર્યક્ષમ સેવા વિતરણને સક્ષમ બનાવે છે.

  • દરિયાઈ નેવિગેશન: દરિયાકાંઠાના અને ઓફશોર પાણીમાં વધુ સચોટ પોઝિશનિંગ સક્ષમ કરે છે.
  • રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે: ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ અને ફ્લીટ મેનેજમેન્ટને સપોર્ટ કરે છે.
  • રેલવે: ઓપરેશનલ કાર્યક્ષમતા અને સુરક્ષામાં સુધારો કરે છે.
  • આપત્તિ વ્યવસ્થાપન: કટોકટી અને કુદરતી આપત્તિઓ દરમિયાન ચોક્કસ લોકેશન ટ્રેકિંગ સક્ષમ કરે છે.
  • સંરક્ષણ અને સુરક્ષા: સંરક્ષણ કામગીરી માટે નેવિગેશનને મજબૂત બનાવે છે.
  • ટેલિકોમ્યુનિકેશન્સ: ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિશ્વસનીય સિંક્રોનાઇઝેશનને સપોર્ટ કરે છે.
  • સર્વેક્ષણ અને મેપિંગ: લેન્ડ સર્વે અને જીઓસ્પેશિયલ મેપિંગની ચોકસાઈમાં સુધારો કરે છે.

સેટેલાઇટ નેવિગેશનની ચોકસાઈના લાભો એવિએશનથી આગળ વધારીને, ગગન વધુ કાર્યક્ષમ જાહેર સેવાઓમાં યોગદાન આપી રહ્યું છે.

આગળનો માર્ગ

આગળ જતાં, ગગન વધુ સુરક્ષિત એર નેવિગેશનને ટેકો આપીને, એર ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરીને અને દેશભરમાં સેટેલાઇટ-આધારિત નેવિગેશન સેવાઓનો વિસ્તાર કરીને ભારતના સેટેલાઇટ નેવિગેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું ચાલુ રાખશે. નાવિકની સાથે, તે સ્વદેશી નેવિગેશન ટેકનોલોજીને આગળ વધારવામાં અને વિદેશી સિસ્ટમો પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પરિવહન, આપત્તિ વ્યવસ્થાપન, સર્વેક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં વધતી જતી એપ્લિકેશન્સ સાથે, ગગન કનેક્ટેડ, આત્મનિર્ભર અને ટેકનોલોજી આધારિત ભવિષ્ય તરફની ભારતની સફરનો એક મુખ્ય આધારસ્તંભ બની રહેવા માટે સજ્જ છે.

સંદર્ભો

Department of Space

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=130384&reg=48&lang=2

PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2181865&reg=48&lang=2

Ministry of Civil Aviation

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=124704&reg=48&lang=2

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=123209&reg=3&lang=2

U R Rao Satellite Centre

https://www.ursc.gov.in/navigation/gagan.jsp

ISRO

https://www.isro.gov.in/Navic.html

Click here for pdf file

SM/DK/JD


(रिलीज़ आईडी: 2279904) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Tamil , Malayalam