રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમા ઉપસ્થિત રહી તેની શોભા વધારી
સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશ આદિવાસી સમાજમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નીતિ-નિર્માણ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટેનું એક કેન્દ્ર બનશે તેવી અપેક્ષા છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
વિદ્યાર્થીઓએ પોતાના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહીને સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
प्रविष्टि तिथि:
30 JUN 2026 5:41PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (30 જૂન, 2026) વિઝિયાનગરમ, આંધ્રપ્રદેશ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહને સુશોભિત કર્યો હતો.

આ અવસરે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશ કેટલીક વિશેષ જવાબદારીઓ ધરાવે છે. તે આદિવાસી સમાજમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નીતિ-નિર્માણ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટેનું એક કેન્દ્ર બનશે તેવી અપેક્ષા છે. સામાજિક ન્યાયના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી સંસ્થાઓની એ પણ ફરજ છે કે તેઓ પોતાના ક્ષેત્રના આદિવાસી સમુદાયોના શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, આજીવિકા અને વન અધિકારો માટે પાયાના સ્તરે કામ કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં આ યુનિવર્સિટી વંચિત અને આદિવાસી સમુદાયના યુવાનોના સર્વાંગી વિકાસ તેમજ આ ક્ષેત્રના એકંદર વિકાસ માટે અર્થપૂર્ણ પ્રયાસો કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ યુનિવર્સિટીઓ, ખાસ કરીને ટ્રાઇબલ યુનિવર્સિટીઓ પાસે આદિવાસી લોકોની આજીવિકા વધારવા માટે નવીન પ્રણાલીઓ હોવી જોઈએ, જે વન પેદાશો, હસ્તકલા, બરછટ અનાજ (મિલેટ્સ), ઔષધિય છોડ, ઇકો-ટૂરિઝમ અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં ઉત્પાદક કાર્યને સરળ બનાવે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ ઉજવણીનો દિવસ છે, પરંતુ આ એક એવી ક્ષણ પણ છે જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય અંગે સંકલ્પ લેવા માટે પ્રેરિત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતા વાતાવરણમાં સુસંગત રહેવા માટે કૌશલ્ય વિકાસની ઉભરતી ક્ષિતિજો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓએ પાઠ્યપુસ્તકના જ્ઞાનથી આગળ વધીને વ્યવહારુ કૌશલ્યો વિકસાવવા માટે પોતાની આસપાસની ઇકોસિસ્ટમમાંથી શીખવું જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહીને સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા ઝડપથી વિકાસ પામી રહેલા રાષ્ટ્રમાં, આપણી વિરાસત સાથે જોડાયેલા રહેવાની સાથે સાથે આધુનિક વિજ્ઞાનના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે નોંધ્યું હતું કે આ જ ઉદ્દેશ્ય સાથે, યુનિવર્સિટી ઉત્તર આંધ્રપ્રદેશના આદિવાસી સમુદાયોને સશક્ત કરવા માટે 'સાયન્સ એન્ડ ટેકનોલોજી હબ' ચલાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે યુનિવર્સિટીએ આદિવાસી કલ્યાણ, જાહેર આરોગ્ય, આબોહવા પરિવર્તન, ખાદ્ય અને પોષણ સુરક્ષા તેમજ ઊર્જા સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં શૈક્ષણિક અને પાયાના સ્તરના કામ બંને પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પરિમાણો ન્યાયી અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણો લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આંધ્રપ્રદેશની સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી તેની અર્થપૂર્ણ, સમાવિષ્ટ અને વ્યવહારુ શિક્ષણ પદ્ધતિ દ્વારા આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આદિવાસી લોકોને આધુનિક શિક્ષણના ફાયદાકારક પાસાઓ સાથે જોડવાથી સ્થાનિક યુવાનો દેશના સમાન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સક્ષમ બનશે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
SM/DK/JD
(रिलीज़ आईडी: 2279616)
आगंतुक पटल : 51
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu_Vw
,
Telugu
,
Malayalam