નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DRIએ સોનાની દાણચોરી કરતા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો; વિવિધ સ્થળોએ હાથ ધરેલી કામગીરીમાં વિદેશથી લાવેલું 15 કિલો સોનું જપ્ત; 15 વ્યક્તિઓની ધરપકડ


प्रविष्टि तिथि: 26 JUN 2026 3:53PM by PIB Ahmedabad

વિદેશથી લાવવામાં આવતા સોનાની દાણચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મુંબઈ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા એક અત્યંત સંગઠિત સિન્ડિકેટને સફળતાપૂર્વક શોધી કાઢી તેનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન ડીઆરઆઈ (DRI) એ સોનું ઓગાળવાના એક કારખાના (મેલ્ટિંગ ફેસિલીટી) ને શોધી કાઢ્યું હતું, જેનો ઉપયોગ વિદેશી મૂળના દાણચોરીના સોનાને ઓગાળવા માટે કરવામાં આવતો હતો.

સમગ્ર દાણચોરીમાં સામેલ એરપોર્ટ સ્ટાફ, તેના હેન્ડલર, ત્રણ વચેટિયાઓ, સોનું ઓગાળવાના કારખાનાના ઓપરેટર અને સોનું ઓગાળવાની પ્રક્રિયામાં સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સહિત કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, ઘટનાસ્થળેથી મળી આવેલું આશરે 6 કિલો વિદેશી મૂળનું દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

આ કેસ સોનાની દાણચોરી કરતા સંગઠિત સિન્ડિકેટ્સની વધતી જતી જટિલ પદ્ધતિઓ પર પ્રકાશ પાડે છે, જેઓ પકડાઈ જાય નહીં તે માટે એરપોર્ટ પર અંદરની પહોંચ (ઇનસાઇડર એક્સેસ) નો વધુને વધુ દુરુપયોગ કરે છે અને સ્તરબદ્ધ વિતરણ નેટવર્ક (લેયર્ડ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક) નો ઉપયોગ કરે છે.

બેંગલુરુમાં હાથ ધરાયેલી અન્ય એક કામગીરીમાં, ડીઆરઆઈ (DRI) એ એક આંતરરાષ્ટ્રીય મુસાફરના કપડાંના સ્તરો વચ્ચે અત્યંત ચતુરાઈપૂર્વક છુપાવેલું પેસ્ટ સ્વરૂપનું (પેસ્ટ ફોર્મ) 1.8 કિલો 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું. ત્યારબાદ તેના રહેણાંક પરિસરમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે 1.5 કિલો સોનાના દાગીના, 45 કિલો ચાંદી તેમજ ભારતીય અને વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ સપ્તાહની શરૂઆતમાં, ડીઆરઆઈ (DRI) એ હૈદરાબાદ, રાજકોટ, કાલીકટ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી અને પેટ્રાપોલ ખાતેના અન્ય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનો પર શ્રેણીબદ્ધ કામગીરી હાથ ધરી હતી, જેના પરિણામે અન્ય 6 કિલો વિદેશી મૂળનું દાણચોરીનું સોનું સામૂહિક રીતે જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

એકંદરે, સોનાની દાણચોરી કરતા સિન્ડિકેટના પર્દાફાશ સાથે, આ કામગીરીના પરિણામે આશરે રૂ. 23 કરોડની કિંમતનું 15 કિલો સોનું, 45 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે અને 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

 

SM/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2278242) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu , Malayalam