પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 25 JUN 2026 11:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપોને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. ભારતના લોકો વતી સંવેદના વ્યક્ત કરતા, શ્રી મોદીએ ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી અને આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી.

​પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત આ મુશ્કેલ સમયમાં તમામ સંભવિત સહાય આપવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

​વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપને કારણે થયેલી તબાહીથી અતિશય દુઃખી છું.

​ભારતના લોકો વતી, હું વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકો, ખાસ કરીને જેમના પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. અમે ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે એકતામાં ઊભા છીએ.

​ભારત તમામ સંભવિત સહાય આપવા માટે તૈયાર છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2277640) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Tamil , Telugu , Kannada , Malayalam