સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં NAFEDના ઓક્શન પોર્ટલ ‘NAFEX.in’નું લોન્ચિંગ કરશે


શ્રી અમિત શાહ ખેડૂતોના બાળકો માટે નાફેડ-કલ્યાણ સ્કોલરશિપ, DRISHTI ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પોર્ટલ અને ERP પોર્ટલ પણ લોન્ચ કરશે

NAFEX.in કૃષિ પેદાશોની હરાજીમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ડિજિટલ પ્રક્રિયાઓને મજબૂત કરશે

प्रविष्टि तिथि: 22 JUN 2026 2:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે, 23 જૂન 2026ના રોજ અટલ અક્ષય ઊર્જા ભવન, નવી દિલ્હી ખાતે NAFEDના ઓક્શન (હરાજી) પોર્ટલ ‘NAFEX.in’ નું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે NAFEDના ચેરમેન શ્રી જેઠાભાઈ આહીર, NAFEDના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક અગ્રવાલ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

કાર્યક્રમ દરમિયાન, શ્રી અમિત શાહ નાફેડની અસંખ્ય મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રીત પહેલો લોન્ચ કરશે. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ-કલ્યાણ સ્કોલરશિપ, કઠોળ અને તેલીબિયાંના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટેનું 'દ્રષ્ટિ' (DRISHTI) પોર્ટલ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત કરવા માટેનું ERP પોર્ટલ અને ઓક્શન પોર્ટલ NAFEX.in નો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન ઓક્શન પોર્ટલ પર લાઈવ રજીસ્ટ્રેશન ડેમોન્સ્ટ્રેશન અને હરાજી પ્રક્રિયાની શરૂઆત પણ કરવામાં આવશે.

NAFEX.in નું લોન્ચિંગ એ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીની સરળતાને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા અને ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિતધારકોના હિતમાં NAFEDની એકંદર કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ખેડૂતોના બાળકોને નાફેડ-કલ્યાણ સ્કોલરશિપના ચેક પણ એનાયત કરશે. આ પહેલ ખેડૂતોના કલ્યાણ અને ખેડૂતોના બાળકોના શિક્ષણને ટેકો આપવા પ્રત્યે નાફેડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લોન્ચિંગ કાર્યક્રમ બાદ શ્રી અમિત શાહ નાફેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો સાથે બેઠક કરશે. બેઠક દરમિયાન, નાફેડ દ્વારા તેની પ્રવૃત્તિઓ અને પ્રગતિ પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રીની અગાઉની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા નિર્દેશો પર લેવામાં આવેલા પગલાં અને નાફેડના ભવિષ્યના રોડમેપનો સમાવેશ થાય છે.

નાફેડ ખેડૂતોને ટેકો આપવા, કૃષિ માર્કેટિંગ, ખરીદી અને સહકારી-આધારિત કૃષિ વ્યાપારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આ ડિજિટલ અને કલ્યાણકારી પહેલોની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સહકાર સે સમૃદ્ધિ ના વિઝન અને ટેક્નોલોજી, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રીત સુધારાઓ દ્વારા સહકારી સંસ્થાઓને મજબૂત કરવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2276571) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil , Telugu , Kannada