MIFF banner

‘હેપી એક્સિડન્ટ્સ’થી ભરપૂર હોય છે ડોક્યુમેન્ટરીની સફર: 19મા MIFFમાં નિષ્ણાતોએ ફિલ્મ દ્વારા સ્મૃતિઓને સાચવવાની કળા પર ચર્ચા કરી


ડોક્યુમેન્ટરી ફિલ્મો ભવિષ્યની પેઢીઓ માટે ઇતિહાસ, સંસ્કૃતિ અને માનવીય અનુભવોને સાચવી રાખે છે

19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) દરમિયાન ઇન્ડિયન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર્સ એસોસિએશન (IDPA) દ્વારા ડોક્યુમેન્ટરી: વ્યક્તિઓ, ક્ષણો અને સ્મૃતિઓના દસ્તાવેજીકરણનું સાધન વિષય પર એક ઓપન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચાસત્રમાં ફિલ્મ નિર્માતા સુરેશ શર્મા, સંજિત નરવેકર, રૂપા બરુઆ અને અમરીશ રોય ચૌધરી, તેમજ રેડિયો પ્રસ્તુતકર્તા યુનુસ ખાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઇતિહાસ, સંસ્કૃતિ અને સામૂહિક સ્મૃતિઓના સંરક્ષણમાં ડોક્યુમેન્ટરી ફિલ્મોની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પેનલિસ્ટોએ ડોક્યુમેન્ટરી નિર્માણની પ્રક્રિયા પર વિચાર રજૂ કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટરી માત્ર ઘટનાઓ અને વ્યક્તિઓના રેકોર્ડ તરીકે નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક અનુભવોના મહત્વપૂર્ણ આર્કાઇવ્સ તરીકે પણ કામ કરે છે.

સુરેશ શર્માએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણમાં સંશોધન (રિસર્ચ), તથ્યોની ચકાસણી (ફેક્ટ-ચેકિંગ) અને મજબૂત કથાનક માળખાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે ડોક્યુમેન્ટરી ત્યારે યાદગાર બને છે જ્યારે તે તેના વિષયોના સંઘર્ષો અને સંવેદનશીલતાઓને કેપ્ચર કરે છે અને અવલોકન કર્યું કે સંશોધન દરમિયાન થતી નવી શોધો ઘણીવાર ફિલ્મના કથાનકને નવો આકાર આપે છે.

સંજીત નાર્વેકરે ડોક્યુમેન્ટરીઝને "હેપ્પી એક્સિડન્ટ્સ" (સુખદ અકસ્માતો) ની શ્રેણી તરીકે વર્ણવી હતી, જ્યાં એક વાર્તાની શોધ ઘણીવાર અણધારી શોધો તરફ દોરી જાય છે. તેમણે નવા દ્રષ્ટિકોણ શોધવાની અને નવી શોધોના આધારે વાર્તાઓને અનુકૂળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રૂપા બરુઆએ શેર કર્યું કે લોકો અને સ્થળોની વાર્તાઓ કહેવા માટે બનેલી ફિલ્મો સમય જતાં મૂલ્યવાન આર્કાઇવલ રેકોર્ડ બની જાય છે. તેમની ફિલ્મોરાઇડર્સ ઓફ મિસ્ટ’ (Riders of the Mist) અનેડોટર્સ ઓફ પોલો ગોડ’ (Daughters of the Polo God) નો ઉલ્લેખ કરતાં કહ્યું કે ડોક્યુમેન્ટરીમાં અસરકારક વાર્તાકથન અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે , ફિલ્મની ગતિ (પેસિંગ)નું યોગ્ય સંતુલન જાળવીને દર્શકોની રસપ્રદતા અને જોડાણ જાળવી રાખવું પણ એટલું જરૂરી છે.

યુનુસ ખાને સાંસ્કૃતિક વારસાને સાચવવામાં રેડિયો ડોક્યુમેન્ટરીની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે કલાકારોની સફરનું દસ્તાવેજીકરણ કરવા અને સમગ્ર ભારતમાંથી લોક સંગીત, સાહિત્ય અને અન્ય સાંસ્કૃતિક પરંપરાઓનું સંરક્ષણ કરવાના વિવિધ ભારતીના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

અમરીશ રોય ચૌધરીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણમાં આર્કાઇવલ સંશોધનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓના મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઐતિહાસિક વિષયોનું દસ્તાવેજીકરણ કરતી વખતે તથ્યપૂર્ણ ચોકસાઈ અને સાવચેતીપૂર્વકની ચકાસણીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

જે વાર્તાની શોધ તરીકે શરૂ થાય છે તે ઘણીવાર સંસ્કૃતિ, સ્મૃતિ અને સામાજિક પરિવર્તનનું એક મહત્વપૂર્ણ આર્કાઇવ બની જાય છે તેમ પેનલિસ્ટોએ નોંધ્યું હતું. સ્મૃતિઓ, પરંપરાઓ અને જીવાયેલા અનુભવોને કેપ્ચર કરીને, ડોક્યુમેન્ટરી ફિલ્મો સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે ઇતિહાસ માત્ર લેખિત રેકોર્ડ્સ કરતાં પણ આગળ સાચવવામાં આવે. સત્ર શ્રોતાઓ સાથે જીવંત સંવાદ સાથે સમાપ્ત થયું હતું, જેમાં ડોક્યુમેન્ટરી સંશોધન, આર્કાઇવલ પ્રથાઓ અને ફિલ્મ દ્વારા સ્મૃતિઓને સાચવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

SM/BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274245   |   Visitor Counter: 6

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Tamil , Telugu