પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
08 JUN 2026 4:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવો જનાદેશ તેમના નેતૃત્વ અને વિઝન પર આર્મેનિયાના લોકોના સતત વિશ્વાસ અને ભરોસાને પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેઓ ભારત અને આર્મેનિયા વચ્ચેની મિત્રતા અને સહકારના સૌહાર્દપૂર્ણ અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:
"સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને ખૂબ-ખૂબ અભિનંદન. નવો જનાદેશ તમારા નેતૃત્વ અને વિઝન પર આર્મેનિયાના લોકોના સતત વિશ્વાસ અને ભરોસાને પ્રતિબિંબિત કરે છે. હું ભારત અને આર્મેનિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ અને ઐતિહાસિક સંબંધો તેમજ સહકારને વધુ પ્રગાઢ બનાવવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.
@NikolPashinyan"
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2270377)
आगंतुक पटल : 6