પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ની બેઠકની અધ્યક્ષતા કરી

प्रविष्टि तिथि: 06 JUN 2026 6:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેઓએ ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસની પ્રાથમિકતાઓ સંબંધિત અસંખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે સુધારાઓની સફરને વધુ વેગ આપવા અનેઈઝ ઓફ લિવિંગ’ (જીવન જીવવાની સુગમતા) તેમજઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ (વેપાર કરવાની સુગમતા) સુનિશ્ચિત કરવા અંગે પણ દ્રષ્ટિકોણ શેર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી. ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસની પ્રાથમિકતાઓ સંબંધિત અસંખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરી. સુધારાઓની સફરને વધુ વેગ આપવા અનેઈઝ ઓફ લિવિંગતેમજઈઝ ઓફ ડુઈંગ બિઝનેસસુનિશ્ચિત કરવા અંગે પણ દ્રષ્ટિકોણ શેર કર્યા. @EACtoPM"

SM/DK/JD


(रिलीज़ आईडी: 2269865) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Tamil , Telugu , Telugu , Kannada , Malayalam