યુવા બાબતો અને રમત મંત્રાલય
“ભારતના યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રસ્થાને છે”: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ‘માય ભારત યુવા સંમેલન’ને સંબોધિત કર્યું
“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવા વિકસિત ભારતની કલ્પના કરી છે જે યુવા ભારતીયોના વિચારો, નવતર પ્રયોગો (ઇનોવેશન) અને આકાંક્ષાઓ દ્વારા આકાર લેશે,” ડો. માંડવિયા
ભારતના યુવાનો પોતાની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને સખત પરિશ્રમ દ્વારા દેશને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે: દિલ્હીના મુખ્યમંત્રી શ્રમતી રેખા ગુપ્તા
6,000 થી વધુ યુવાનોની ભાગીદારીના સાક્ષી બનેલા ‘માય ભારત યુવા સંમેલન’માં દેશભરમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય યુવા જોડાણ પહેલો પ્રદર્શિત કરાઈ
प्रविष्टि तिथि:
06 JUN 2026 4:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે રાષ્ટ્રીય રાજધાનીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘યુથ ફોર વિકસિત ભારત: માય ભારત યુવા સંમેલન’ (Youth for Viksit Bharat: MY Bharat Youth Convention) ને સંબોધિત કર્યું હતું.
આ સંમેલનમાં દેશભરમાંથી 6,000થી વધુ યુવા સહભાગીઓ એકત્રિત થયા હતા, જેઓ વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો, યુવા મહિલાઓ, ઉદ્યોગસાહસિકો, કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇનોવેટર્સ, ઉભરતા નેતાઓ અને સિદ્ધિઓ હાંસલ કરનારાઓ સહિત વિવિધ પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની પરિવર્તનકારી ભૂમિકા અને 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની સફરને પ્રદર્શિત કરવામાં આવી હતી.

ધારાસભ્ય અને ગાયિકા સુશ્રી મેથિલી ઠાકુર, અભિનેતા શ્રી વિક્રાંત મેસી, ઉદ્યોગસાહસિક શ્રી અમન ગુપ્તા અને ભારતીય ક્રિકેટર શ્રી જીતેશ શર્મા સહિતની પ્રતિષ્ઠિત હસ્તીઓએ ‘માય ભારત’ ના એનએસએસ (NSS) સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો શેર કર્યા હતા, જેણે યુવાનોને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને રાષ્ટ્રીય વિકાસમાં સાર્થક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
6,000 થી વધુ યુવાનોની ભાગીદારી ધરાવતા આ યુવા સંમેલનમાં દેશભરમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય યુવા જોડાણ પહેલો પ્રદર્શિત કરવામાં આવી હતી.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. માંડવિયાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રસ્થાને છે. તેમણે ભારતની વસ્તી વિષયક લાક્ષણિકતાના ફાયદા (ડેમોગ્રાફિક એડવાન્ટેજ) પર ભાર મૂક્યો હતો, જેમાં દેશની લગભગ 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે.

"યુવાનો આપણી શક્તિ, આપણું ગૌરવ, આપણો સંકલ્પ અને આપણું ભવિષ્ય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, યુવા ભારતીયો માટે નવતર પ્રયોગો કરવા, ઉત્કૃષ્ટતા મેળવવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે અભૂતપૂર્વ તકો ઊભી કરવામાં આવી છે. ભલે તે સ્ટાર્ટઅપ્સ હોય, રમતગમત હોય, જાહેર સેવા હોય, ઉદ્યોગસાહસિકતા હોય કે સર્જનાત્મક ક્ષેત્રો હોય, યુવા ભારતીયો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે," તેમ તેમણે જણાવ્યું હતું.

ડો. માંડવિયાએ રાષ્ટ્રનિર્માણ તરફ યુવાનોની ક્ષમતાઓને પોષવા અને તેને યોગ્ય દિશા આપવા માટે ‘માય ભારત’ (MY Bharat) ની પહેલો પર વધુ પ્રકાશ પાડ્યો હતો. મંત્રીશ્રીએ ‘માય ભારત’ ની તાજેતરની ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધિની પણ પ્રશંસા કરી હતી અને યુવાનોને આ પ્લેટફોર્મના કાર્યક્રમો, સ્વયંસેવક બનવાની તકો અને રાષ્ટ્રનિર્માણની પહેલોમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.
યુવાનોને પોતાની ક્ષમતા ઓળખવા અને ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન કરવા આહવાન કરતા ડો. માંડવિયાએ કહ્યું, "આ સમય યુવાનોનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક એવા વિકસિત ભારતની કલ્પના કરી છે જે યુવા ભારતીયોના વિચારો, ઇનોવેશન અને આકાંક્ષાઓ દ્વારા આકાર લેશે. આપણે સૌએ સાથે મળીને એક સ્પર્ધાત્મક, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું પડશે જે 140 કરોડ નાગરિકોના સપનાને પૂરું કરે."
સભાને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી શ્રમતી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતના યુવાનો પોતાની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને સખત પરિશ્રમ દ્વારા દેશને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે.

રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા તેમણે ટિપ્પણી કરી હતી કે ભારતના યુવાનો મહેનતુ, દીર્ધદ્રષ્ટા, સર્જનાત્મક અને હિંમતવાન છે, અને યુવા ભારતીય દ્વારા પ્રાપ્ત કરાયેલી દરેક સિદ્ધિ દેશની વિકસિત ભારત તરફની કૂચને મજબૂત બનાવે છે. તેમણે અવલોકન કર્યું કે કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા એ દ્રઢતા, શિસ્ત અને સમર્પણ પર નિર્માણ પામે છે, અને તેમણે રમતગમત, ઉદ્યોગસાહસિકતા, કન્ટેન્ટ ક્રિએશન, કળા અને જાહેર સેવામાં યુવા ભારતીયોની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.
યુવા સંમેલન દરમિયાન, અભિનેતા વિક્રાંત મેસીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના ક્રિએટર ઇકોનોમી (સર્જક અર્થતંત્ર) ના નોંધપાત્ર વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ડિજિટલ સશક્તિકરણ તથા ઇનોવેશન દ્વારા ઊભી થયેલી તકો પર ભાર મૂક્યો હતો.

ઉદ્યોગસાહસિક અમન ગુપ્તાએ ઉદ્યોગસાહસિકતા, ઇનોવેશન અને સાનુકૂળ વ્યાપાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને ભારતને વિશ્વની સ્ટાર્ટઅપ કેપિટલ (રાજધાની) તરીકે સ્થાપિત કરવાના સરકારના પ્રયાસો વિશે માહિતી શેર કરી હતી.
આ સંમેલનમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિશિષ્ટ રમતવીરોનું સન્માન કરીને ભારતીય રમતગમતમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાનની પણ ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં, ક્રિકેટર જીતેશ શર્માએ “પ્લે ઇન ઇન્ડિયા, પ્લે ફોર ઇન્ડિયા” થીમ પર પોતાના અનુભવો શેર કર્યા હતા, જેણે યુવા રમતવીરોને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને દેશની રમતગમતની આકાંક્ષાઓમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા.

આ સત્રમાં યુવા બાબતોના સચિવ શ્રીમતિ પલ્લવી જૈન ગોવિલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાષ્ટ્રનિર્માણમાં યુવાનોના સતત જોડાણના મહત્વ અને યુવા નેતાઓને સશક્ત કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
‘માય ભારત યુવા સંમેલન’નું સમાપન 'વિકસિત ભારત સંકલ્પ' સાથે થયું હતું, જેણે 2047 માં સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં એક વિકસિત, આત્મનિર્ભર અને સર્વસમાવેશી ભારત બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવાની યુવા નાગરિકોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2269806)
आगंतुक पटल : 23