ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરામાં BSFની લંકામૂરા સરહદી ચોકીનું નિરીક્ષણ કર્યું, સરહદ રક્ષકો સાથે સંવાદ કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો
અસીમ ધૈર્ય, અતૂટ પરિશ્રમ અને મા ભારતી પ્રત્યે અનન્ય ભક્તિના પ્રતીક પરમ પૂજ્ય 'ગુરુજી' ને પુણ્યતિથિ પર નમન, RSS ને આકાર આપનારા ગુરુજી આજે પણ રાષ્ટ્રપ્રથમના પ્રેરણાસ્રોત
વિશ્વ પર્યાવરણ દિવસ પર અગરતલામાં 'અગર' છોડનું રોપણ કરીને શ્રી અમિત શાહે આપ્યો હરિત ભારતનો સંદેશ
2019 થી અત્યાર સુધી CAPF ના જવાનોએ વાવ્યા 7.50 કરોડથી વધુ વૃક્ષો, આગામી વર્ષે 2 કરોડનું લક્ષ્ય, દરેક જવાન એક વૃક્ષને પરિવારજન માનીને કરી રહ્યો છે દેખભાળ
નાર્કોટિક્સ હોય, માનવ તસ્કરી, હથિયારોની સ્મગલિંગ કે ડ્રોનનો પડકાર, BSF ત્રિપુરાથી બંગાળ અને બિહાર સુધી, સરહદ પર દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કરી રહી છે
પેરિસ ઘોષણાના દરેક બિંદુને સમય પહેલા પૂર્ણ કરીને ભારત બન્યું પર્યાવરણ સંરક્ષણનું વૈશ્વિક મોડલ, ઋગ્વેદના સંદેશને મોદી સરકારે વાસ્તિવક રૂપે સાકાર કર્યો
ગૃહ મંત્રીએ કહ્યું "જવાનની એક ટ્યુબલાઇટ માટે પણ સમય આપવા તૈયાર", વીજળી, ગ્રીન એનર્જી અને સુરક્ષિત પીવાના પાણીથી મોદી સરકાર બદલી રહી છે સરહદી ચોકીઓની તસવીર
ટૂંક સમયમાં જ સરહદો પર લોન્ચ થશે 'સ્માર્ટ બોર્ડર' નો પાયલોટ પ્રોજેક્ટ; અદ્યતન ટેકનોલોજી, ડ્રોન, સેન્સર અને સ્માર્ટ ફેન્સિંગથી તૈયાર થઈ રહ્યું છે સ્માર્ટ સુરક્ષા ગ્રીડ
સરહદ સુરક્ષા હવે આઇસોલેશનમાં નહીં; DM, SP, પટવારી, સરપંચથી લઈને મોર્ડન ટેકનોલોજી અને BSF જવાનોનો પરિશ્રમ મળીને બનાવશે લીક-પ્રૂફ સુરક્ષા ગ્રીડ
બોર્ડર ફેન્સિંગનું મેગા આધુનિકીકરણ - 650 કિમી જૂની વાડનું નવીનીકરણ, 119 કિમી નવી મોર્ડન ફેન્સિંગ મંજૂર, પ્રથમ તબક્કો શરૂ
प्रविष्टि तिथि:
05 JUN 2026 4:50PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સીમા સુરક્ષા બળની લંકામૂરા સરહદી ચોકીનું નિરીક્ષણ કર્યું અને BSFના જવાનો સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર ત્રિપુરાની રાજધાની અગરતલામાં વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અગર છોડનું રોપણ કર્યું. આ અવસરે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યુરો, સચિવ, સીમા પ્રબંધન અને મહાનિદેશક, સીમા સુરક્ષા બળ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

આ અવસરે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અહીં થયો છે. 2019 થી લઈને આજ સુધી આપણા તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનોએ લગભગ 7.5 કરોડથી વધુ વૃક્ષો લગાવવાનું કામ કર્યું છે. આ વર્ષે 40 લાખથી 60 લાખ વૃક્ષો લગાવશે અને લગાવેલા વૃક્ષોમાંથી જે વૃક્ષો જીવિત નથી રહી શક્યા, તે તમામ વૃક્ષોને ફરીથી લગાવવાનું કામ કરવામાં આવશે. આગામી વર્ષે CAPFs ના જવાનો 2 કરોડ વૃક્ષો લગાવવાનું કામ કરશે, જેનાથી પર્યાવરણ અને દેશની સેવા થશે.
શ્રી અમિત શાહે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પર્યાવરણ સંરક્ષણના મહત્વ અને તે દિશામાં મોદી સરકારના કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો. શ્રી શાહે કહ્યું કે ઓઝોનનું સ્તર જ સૂર્યના કિરણોને માનવ અને અન્ય જીવોના લાયક બનાવે છે. તેમણે કહ્યું કે આને બચાવવાનો એકમાત્ર ઉપાય વૃક્ષોની સંખ્યાને વધારવાનો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પર્યાવરણ સંરક્ષણ માટે કેટલાક પ્રકારના પગલાં એકસાથે લીધા છે. આ દિશામાં એક પ્રકારે ભારતનું મોડલ પેરિસ સંમેલનમાં આદર્શ મોડલ તરીકે સ્વીકારવામાં આવ્યું. તેમણે કહ્યું કે અમે પેરિસ ઘોષણાના દરેક બિંદુને સમયપહેલા પૂર્ણ કરીને ઋગ્વેદના પર્યાવરણની રક્ષાના સંદેશ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વિશ્વની સામે સાબિત કરી છે. તેમણે કહ્યું કે CAPFs ના તમામ જવાનો મોટા મનોયોગ સાથે એક વૃક્ષને પોતાના પરિવારજન માનીને આની દેખભાળ કરી રહ્યા છે. આ સરકારી આદેશોથી પ્રેરિત કાર્યક્રમ ન હોવો જોઈએ, પરંતુ સહજ આદત હોવી જોઈએ, કારણ કે આ જ આદત આપણને બચાવી શકે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે સરહદ સુરક્ષા દળની 37મી બટાલિયનમાં જવાનોના નિવાસસ્થાનનું ઈ-લોકાર્પણ અને BSFની 97મી બટાલિયનમાં ક્વાર્ટર ગાર્ડ કોમ્પ્લેક્સનો ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકારે માટીનું રક્ષણ કરતા આપણા જવાનોની સુવિધાઓ વધારવા માટે ઘણા કાર્યો કર્યા છે. જવાનો અને તેમના પરિવારોના સ્વાસ્થ્ય માટે અને તેમના પરિવારો માટે રહેઠાણ માટે પણ ચિંતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે BSFનો ફક્ત ઉલ્લેખ કરવાથી દેશવાસીઓના હૃદયમાં આદરની ભાવના આવે છે અને તે દર્શાવે છે કે દેશના લોકો તમારી મુશ્કેલીઓ જોઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે અને તમારી તપસ્યા, બલિદાન અને સમર્પણને પણ સ્વીકારી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે BSF પાસે મહત્વપૂર્ણ સરહદોની સુરક્ષાની જવાબદારી છે. આટલી મોટી બોર્ડર પર દરેક જગ્યાએ એક અલગ પ્રકારનો પડકાર છે. તેમણે કહ્યું કે મોદી સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં-જ્યાં સરહદ પર સીમા સુરક્ષા બળ અને સશસ્ત્ર સીમા બળ તૈનાત છે, ત્યાં આગળ સ્માર્ટ બોર્ડરનું નિર્માણ કરીશું. એક ચતુષ્કોણીય સુરક્ષા વ્યૂહરચના હેઠળ, સ્થાનિક પ્રશાસન, ટેકનોલોજી અને જવાનોના પરિશ્રમને સાથે લેતા સરહદોને અભેદ્ય બનાવવાનું લક્ષ્ય છે. શ્રી શાહે કહ્યું કે સ્માર્ટ બોર્ડરનો આ કન્સેપ્ટ અંતિમ તબક્કામાં છે અને આનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ અમે લઈને આવીશું. તેમણે કહ્યું કે અમે એક સાથે દેશની અલગ-અલગ સરહદો પર સાત કે આઠ સ્થાનો પર આ પાયલોટ પ્રોજેક્ટને શરૂ કરીશું. પાયલોટ પ્રોજેક્ટમાં જે પણ શરૂઆતની સમસ્યાઓ આવશે તેને દૂર કરીને આખી સરહદને સ્માર્ટ બોર્ડર બનાવવાની દિશામાં અમે આગળ વધીશું. આ કન્સેપ્ટમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એસપી, ગામના પટવારી અને સરપંચની પણ ભૂમિકા હશે. જ્યાં સુધી આપણે સરહદી વિસ્તારોના સ્થાનિક વહીવટને આ ખ્યાલમાં એકીકૃત ન કરીએ ત્યાં સુધી આપણે સરહદને અભેદ્ય બનાવી શકતા નથી; એકલા સરહદ સુરક્ષાની કલ્પના ક્યારેય સફળ થઈ શકતી નથી.

શ્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા ફ્રન્ટિયર અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે જે દેશની સરહદની સુરક્ષા કરે છે. તેમણે કહ્યું કે સરહદ પર વાડના આધુનિકીકરણ માટે 15 વર્ષથી જૂની લગભગ 650 કિલોમીટરની વાડમાંથી 119 કિલોમીટર નવી વાડને પણ અમે મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે જવાનોની સુવિધાઓ માટે સરહદી ચોકીઓની વીજળી આપૂર્તિ, ગ્રીન એનર્જી ઇનિશિયેટિવ, જવાનો માટે સુરક્ષિત પીવાનું પાણી વગેરે પ્રોજેક્ટ ન માત્ર શરૂ કરવામાં આવ્યા પરંતુ અમે તેમને પૂર્ણ પણ કરી દીધા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ત્રિપુરા ત્રણ બાજુથી સરહદોથી ઘેરાયેલું સંવેદનશીલ રાજ્ય છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ આપણા બધાની સામે એક લક્ષ્ય રાખ્યું છે કે 2047 સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત બનાવવાનું છે. 2047 સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત બનાવવા માટે ભારતને સૌથી પહેલા સુરક્ષિત બનાવવું પડશે. આપણે દેશને સ્મગલિંગ, માનવ તસ્કરી, દેશના યુવાનોને નશાથી સુરક્ષિત કરવા પડશે. દરેક વસ્તુ માટે સુરક્ષાનો ઉપાય હોય, એવી સ્માર્ટ સુરક્ષા ગ્રીડ બનાવવાનું કામ ભારત સરકારે હાથમાં લીધું છે. શ્રી શાહે કહ્યું કે વાડની સુરક્ષાના આખા કન્સેપ્ટ અને આપણી કાર્ય સંસ્કૃતિને બદલવાની હવે જરૂર છે. આપણા સમાજને પ્રભાવિત કરનારા દરેક દૂષણથી દેશ અને સરહદોની રક્ષા કરવી એ આપણું દાયિત્વ રહેશે. તેમણે કહ્યું કે સરહદ સુરક્ષાની સ્માર્ટ ફેન્સિંગ અને ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડના કન્સેપ્ટને આવનારા દિવસોમાં સરહદની સુરક્ષા કરનારા દરેક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કાર્ય સંસ્કૃતિ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.

વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF), આસામ રાઇફલ્સ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), દિલ્હી પોલીસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB), રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) અને આંતર-રાજ્ય પરિષદ સચિવાલય (ISCS) સહિત ગૃહ મંત્રાલયની તમામ કચેરીઓએ દેશભરમાં 5 લાખથી વધુ છોડ વાવ્યા હતા.
SM/GP/BS/JD
(रिलीज़ आईडी: 2269351)
आगंतुक पटल : 25