માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઇસરો (ISRO) ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણને NEET-UG 2026 ની પુનઃપરીક્ષા (Re-Examination) ની સજ્જતાની સમીક્ષા કરી
બેઠક દરમિયાન દેખરેખના પગલાંના મૂલ્યાંકન અને તેને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી
પોસ્ટેડ ઓન:
27 MAY 2026 7:57PM by PIB Ahmedabad
આગામી સમયમાં યોજાનારી NEET-UG પુનઃપરીક્ષાની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઇસરો (ISRO) ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણનની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ડૉ. કે. રાધાકૃષ્ણન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પરની ભલામણોના અમલીકરણની દેખરેખ રાખવા માટે રચવામાં આવેલી હાઈ પાવર્ડ સ્ટેરિંગ કમિટીના ચેરમેન પણ છે.

આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સચિવ, એનટીએ (NTA) ના ડાયરેક્ટર જનરલ, એનટીએ ના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન, એનટીએ (NTA) ના ડાયરેક્ટર જનરલે સભ્યોને પરીક્ષાની સુરક્ષાને મજબૂત કરવા અને પરીક્ષાના સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા વધારાના પગલાં વિશે માહિતગાર કર્યા હતા. જેમાં હાલની દેખરેખ પ્રણાલીઓનું વ્યાપક મૂલ્યાંકન અને તેમાં વધુ વધારો કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે.

પરીક્ષાની સુરક્ષા સર્વોચ્ચ મહત્વની બાબત છે તેના પર ભાર મૂકતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર પૂરતી સુવિધાઓ અને વિદ્યાર્થી-અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સમાન પ્રાથમિકતા આપવી જોઈએ.
NEET-UG ની પુનઃપરીક્ષા દેશભરના 550 શહેરોમાં 5400 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 21 જૂન, 2026 ના રોજ યોજાવાની છે.
SM/JD
(રીલીઝ આઈડી: 2266037)
મુલાકાતી સંખ્યા : 11