પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
16 MAY 2026 8:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ હેગ સ્થિત પેલેસ હ્યુઈસ ટેન બોશ (Palace Huis ten Bosch) ખાતે નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી અને મહામહિમોએ લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવા સહિત ભારત-નેધરલેન્ડ્સના સંબંધોને મજબૂત કરવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 2019માં મહામહિમોની ભારતની રાજકીય મુલાકાતને પણ પ્રશંસા સાથે યાદ કરી હતી, જેણે પરસ્પર સદ્ભાવના વધારવામાં અને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નેતાઓએ શિક્ષણ, ઇનોવેશન (નવીનતા), સેમી-કંડક્ટર, ડિજિટલ, જળ અને ગ્રીન પાર્ટનરશિપ (હરિત ભાગીદારી) ના ક્ષેત્રોમાં ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારત પ્રત્યે મહામહિમોની સદ્ભાવના માટે પ્રશંસા વ્યક્ત કરી હતી અને તેમની મુલાકાત દરમિયાન તેમને આપવામાં આવેલા ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મહામહિમોએ પ્રધાનમંત્રીના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું.
IJ/NP/JD
(रिलीज़ आईडी: 2261843)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam