કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપીલને કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહે ગણાવી રાષ્ટ્રના પુનઃનિર્માણનો મહાયજ્ઞ


પ્રધાનમંત્રી મોદી એવા રાષ્ટ્રભક્ત છે જે પહેલા સ્વયંને કસોટી પર કસે છે પછી લોકોથી કોઈ આહ્વાન કરે છે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે પોતાના વાહનોના કાફલાને ઓછો કર્યો, હવે કાફલામાં માત્ર ત્રણ વાહનો સામેલ રહેશે

સ્વદેશી પર્યટનને પ્રોત્સાહન આપીશું, બિનજરૂરી વિદેશી પર્યટનથી બચીશું- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નિર્દેશ - વિભાગ ‘વર્ક ફ્રોમ હોમ’નું એવું મોડલ અપનાવે જેનાથી કામનું ન થાય નુકસાન

મંત્રાલય સ્તર પર અધિકારી, કર્મચારી ગણ બિન-જરૂરી સોનાની ખરીદી ન કરે, દરેક અધિકારી 5 લોકોને પણ પ્રેરિત કરે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

અત્યંત આવશ્યક હોવા પર જ વિદેશ યાત્રાઓ થશે, મોટાભાગની બેઠકો વર્ચ્યુઅલી કરવાનો કરે પ્રયાસ- કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ

સ્વદેશી ઉત્પાદોના પ્રયોગ અને સંતુલિત જીવનશૈલી અપનાવીને આ મહાયજ્ઞમાં દેશવાસી આપી શકે છે પોતાનું યોગદાન- કેન્દ્રીય કૃષિ મંત્રી

રાસાયણિક ઉર્વરકો (ખાતરો)ના સંતુલિત અને વિવેકપૂર્ણ પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ થશે “ખેતર બચાવો અભિયાન”- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

જનપ્રતિનિધિઓને પત્ર લખીને પોતાની ભૂમિના 25 ટકા ભાગ પર પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતી કરવાનો આગ્રહ કરશે- કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણનો મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ- “વોકલ ફોર લોકલ” અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે 5-5 લોકોને કરે પ્રેરિત

મેટ્રો અને સાર્વજનિક પરિવહનના ઉપયોગને મંત્રાલય સ્તર પર પ્રોત્સાહિત કરવામાં આવશે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોસ્ટેડ ઓન: 14 MAY 2026 9:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગના આહ્વાન પર કૃષિ ભવન, નવી દિલ્હીમાં કૃષિ મંત્રાલય, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ભૂમિ સંસાધન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી.

બેઠક દરમિયાન શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે અને તેઓ સદાય દેશહિતમાં નિર્ણયો લે છે. તેમણે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી દેશ માટે કોઈ આહ્વાન કરે છે તો તે રાષ્ટ્રહિતમાં અત્યંત આવશ્યક હોય છે તથા આપણે સૌએ આનું પાલન કરવું જોઈએ.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દેશના લોકોથી કરવામાં આવેલા વિવિધ આહ્વાનોના અનુપાલન પર પણ વિસ્તારથી ચર્ચા કરી. તેમણે કહ્યું કે તમામ અધિકારી તેમજ કર્મચારી સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપે તથા ઓછામાં ઓછા 5-5 પરિવારોને પણ આના માટે પ્રેરિત કરે. “વોકલ ફોર લોકલ” અને “સ્વદેશ અભિયાન” હેઠળ સ્થાનિક ઉત્પાદોને પ્રાથમિકતા આપે. તેમણે એ પણ કહ્યું કે મંત્રાલય સ્તર પર અધિકારી અને કર્મચારી ગણ બિન-જરૂરી સોનાની ખરીદી ન કરે અને દરેક અધિકારી 5 લોકોને એવું ન કરવા માટે પ્રેરિત પણ કરે.

તેમણે કહ્યું કે બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવું જોઈએ તથા માત્ર અત્યંત આવશ્યક હોવા પર જ વિદેશ યાત્રા કરવામાં આવે. અધિકારીઓને મહત્તમ કાર્ય વર્ચ્યુઅલ માધ્યમથી કરવા, વીડિયો કોન્ફરન્સિંગ તેમજ ઈ-ઓફિસ પ્રણાલીને પ્રોત્સાહન આપવાના પણ નિર્દેશ કેન્દ્રીય મંત્રીએ આપ્યા. સાથે જ વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ મોડલની સંભાવનાઓનું પણ આકલન કરવા માટે કહ્યું, પરંતુ તેમણે એ પણ ધ્યાન રાખવા માટે કહ્યું કે આનાથી કામનું નુકસાન ન થાય. ત્યાં જ, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના વાહનોના કાફલાને પણ ઓછો કર્યો છે અને હવે તેમના કાફલામાં માત્ર ત્રણ વાહનો સામેલ રહેશે.

શ્રી ચૌહાણે કહ્યું કે ઉનાળાની રજાઓમાં વિદેશ યાત્રાના બદલે દેશની અંદર પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે ભારત પ્રાકૃતિક સુંદરતા અને વિવિધતાથી પરિપૂર્ણ છે. તેમણે સાર્વજનિક પરિવહન તથા ઈ-વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહિત કરવાની વાત કહી.

શ્રી શિવરાજ સિંહે કહ્યું કે પ્રશિક્ષણ કાર્યક્રમો તેમજ બેઠકોમાં ભોજન સહિત અન્ય આવશ્યક વસ્તુઓમાં સ્વદેશી ઉત્પાદોનો જ ઉપયોગ કરવામાં આવે. સાથે જ બરછટ ધાન તથા દેશમાં ઉત્પાદિત ખાદ્ય તેલોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવા પર જોર આપ્યું.

ખેતીમાં વધી રહેલા રાસાયણિક ઉર્વરકો (ખાતરો)ના પ્રયોગ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આનાથી આપણી ધરતીને નુકસાન પહોંચી રહ્યું છે અને માટીની ઉર્વરતા (ફળદ્રુપતા) પ્રભાવિત થઈ રહી છે. આને રોકવા માટે સંતુલિત ઉર્વરક ઉપયોગ તથા પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતીને વ્યાપક સ્તર પર પ્રોત્સાહન આપવું જોઈએ. કેન્દ્રીય કૃષિ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં ઉર્વરકના પર્યાપ્ત ભંડાર મોજૂદ છે પરંતુ આપણને આના સંતુલિત અને વિવેકપૂર્ણ પ્રયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. આના માટે ખેડૂતોને જાગરૂક કરવા માટે “ખેતર બચાવો અભિયાન” શરૂ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉર્વરકોના સંતુલિત ઉપયોગ માટે ICAR ના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં 1657 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે જે ગામ સ્તર પર ખેડૂતોને જાગરૂક તેમજ પ્રશિક્ષિત કરશે. સાથે જ ગામે-ગામમાં “ખેતર બચાવો સમિતિઓ”નું પણ ગઠન કરવામાં આવી રહ્યું છે.

તેમણે ભરોસો અપાવ્યો કે સાચી રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ઉત્પાદનમાં અછત આવતી નથી. તેમણે અધિકારીઓથી આ દિશામાં જન-જાગરૂકતા અભિયાનને પૂરી તાકાત સાથે ચલાવવાનો નિર્દેશ કર્યો.

તેમણે જણાવ્યું કે દેશમાં 8 લાખ હેક્ટરથી વધુ ભૂમિ પર લગભગ 18 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. લક્ષ્ય છે કે દેશની ઓછામાં ઓછી 25 ટકા કૃષિ ભૂમિ પર પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે. આ સંબંધમાં તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તેઓ સ્વયં પત્ર લખવાના છે. આના માધ્યમથી તેઓ આ જનપ્રતિનિધિઓને 25 ટકા ભૂમિ પર પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતી કરવાનો આગ્રહ કરશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દૂરદર્શી નેતા છે, જે માત્ર આજે નહીં પરંતુ આવનારા 50 વર્ષોના ભારત વિશે વિચારે છે. તેઓ એક એવા રાષ્ટ્રભક્ત છે જે પહેલાં સ્વયંને કસોટી પર કસે છે પછી લોકોથી કોઈ આહ્વાન કરે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રહિતમાં ઉઠાવવામાં આવેલું પ્રત્યેક પગલું દેશના પુનઃનિર્માણના મહાયજ્ઞમાં યોગદાન છે.

બેઠકમાં અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા કે તેઓ જલ્દીથી જલ્દી આ બિંદુઓ પર વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરે જેથી કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય રાષ્ટ્રહિતમાં એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકે.

IJ/NP/JD


(રીલીઝ આઈડી: 2261248) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Kannada