ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'મિશન દૃષ્ટિ' તૈયાર કરવા બદલ ગેલેક્સઆઈ (GalaxEye) ના યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા
આ ઓપ્ટિકલ કેમેરા અને ઓલ-વેધર રડારને જોડતો વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર (OptoSAR) સેટેલાઇટ છે
ભારતના સૌથી મોટા ખાનગી રીતે નિર્મિત સેટેલાઇટનું પ્રક્ષેપણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અવકાશ-શક્તિ ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે
તેણે વિશ્વ સ્તરે આપણા યુવાનોની કુશળતા અંકિત કરી છે
શ્રી અમિત શાહે ગેલેક્સઆઈ (GalaxEye)ની સમગ્ર ટીમને ભવિષ્યના તમામ મિશન માટે શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
03 MAY 2026 8:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઓપ્ટિકલ કેમેરા અને ઓલ-વેધર રડારને જોડતા વિશ્વના પ્રથમ ઓપ્ટોસાર (OptoSAR) સેટેલાઇટ 'મિશન દૃષ્ટિ' ના નિર્માણ બદલ ગેલેક્સઆઈ (GalaxEye) ના યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, "મિશન દૃષ્ટિ તૈયાર કરવા બદલ ગેલેક્સઆઈ (GalaxEye) ના આપણા યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન, જે ઓપ્ટિકલ કેમેરા અને ઓલ-વેધર રડારને જોડતો વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર (OptoSAR) સેટેલાઇટ છે. ભારતના સૌથી મોટા ખાનગી રીતે નિર્મિત સેટેલાઇટનું પ્રક્ષેપણ આપણી પૃથ્વીનું નિરીક્ષણ કરવાની રીત બદલી નાખશે અને વિશ્વ સ્તરે આપણા યુવાનોની કુશળતાને અંકિત કરશે, જે મોદીજીના અવકાશ-શક્તિ ભારતના વિઝનને સાકાર કરશે. તમારા ભવિષ્યના તમામ પ્રયાસો માટે મારી હાર્દિક શુભેચ્છાઓ તમારી સાથે છે."
SM/IJ//JD
(રીલીઝ આઈડી: 2257699)
મુલાકાતી સંખ્યા : 12