પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

5 કિલો FTL સિલિન્ડરનું વેચાણ સતત ચાલુ છે, 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 17.83 લાખથી વધુ સિલિન્ડર વેચાયા


ગઈકાલે દેશભરમાં 81,000 થી વધુ 5 કિલોના FTL સિલિન્ડર વેચાયા

PNG વિસ્તરણ અપડેટ: માર્ચથી અત્યાર સુધીમાં 5.27 લાખ કનેક્શન્સ ગેસિફાઈડ થયા; વધુ 2.60 લાખ કનેક્શન્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર, કુલ કનેક્શન્સ 7.87 લાખ થયા; 5.97 લાખ નવા ગ્રાહકો નોંધાયા

દેશભરમાં રિટેલ આઉટલેટ્સ સામાન્ય રીતે કાર્યરત છે

આ પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે; છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી

સમગ્ર ભારતમાં બંદરની કામગીરી સામાન્ય રહી છે, કોઈ ભીડ (congestion) નોંધાઈ નથી

વિદેશ મંત્રાલય અખાત અને પશ્ચિમ એશિયામાં થતા વિકાસ પર સતત અને નજીકથી નજર રાખી રહ્યું છે; ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ કેન્દ્રસ્થાને છે

ફ્લાઇટની એકંદર સ્થિતિમાં સુધારો થયો છે; 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ પ્રદેશમાંથી લગભગ 12.38 લાખ મુસાફરોએ ભારતની મુસાફરી કરી છે

પોસ્ટેડ ઓન: 24 APR 2026 5:21PM by PIB Ahmedabad

પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ સતત બદલાઈ રહી હોવાથી, ભારત સરકાર નાગરિકોને માહિતગાર રાખવા માટે સતત અપડેટ્સ આપી રહી છે. સંદર્ભમાં, આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે મીડિયા બ્રીફિંગ યોજવામાં આવ્યું હતું, જ્યાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, બંદરો, શિપિંગ અને જલમાર્ગો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ઇંધણની ઉપલબ્ધતા, દરિયાઈ કામગીરી, પ્રદેશમાં ભારતીય નાગરિકોને સહાય અને મુખ્ય ક્ષેત્રોમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગેની માહિતી શેર કરી હતી.

ઊર્જા પુરવઠો અને ઇંધણની ઉપલબ્ધતા

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રવર્તમાન ઇંધણ પુરવઠાના પરિદ્રશ્ય વિશે મીડિયાને માહિતગાર કર્યા હતા, જેમાં પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ પેદાશો અને LPGની અવિરત ઉપલબ્ધતા જાળવવા માટે લેવામાં આવી રહેલા પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ:

જાહેર સલાહ અને નાગરિક જાગૃતિ

  • નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને LPG ની ગભરાટમાં (panic purchase) ખરીદી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સરકાર પેટ્રોલ, ડીઝલ અને LPG ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
  • અફવાઓથી સાવધ રહો અને સાચી માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરો.
  • LPG ગ્રાહકોને ડિજિટલ બુકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને વિતરકોની મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે.
  • નાગરિકોને વૈકલ્પિક ઇંધણ જેવા કે PNG અને ઇલેક્ટ્રિક અથવા ઇન્ડક્શન કુકટોપ્સનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
  • તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વર્તમાન પરિસ્થિતિ દરમિયાન તેમના દૈનિક ઉપયોગમાં ઊર્જા બચાવવા માટે જરૂરી પ્રયાસો કરે.

સરકારી સજ્જતા અને પુરવઠા વ્યવસ્થાપન પગલાં

  • ચાલુ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ હોવા છતાં, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ડોમેસ્ટિક LPG, ડોમેસ્ટિક PNG અને CNG (ટ્રાન્સપોર્ટ) ને 100% પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
  • કોમર્શિયલ LPG માટે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત ફાર્મા, સ્ટીલ, ઓટોમોબાઈલ, બિયારણ, કૃષિ વગેરેને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત, પ્રવાસી શ્રમિકોને 5 કિલો FTL નો પુરવઠો પણ 2 અને 3 માર્ચ 2026 ના સરેરાશ દૈનિક પુરવઠાના આધારે બમણો કરવામાં આવ્યો છે.
  • સરકારે પુરવઠા અને માંગ બંને પક્ષે કેટલાક રેશનાલાઇઝેશનના પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં રિફાઇનરી ઉત્પાદનમાં વધારો કરવો, શહેરી વિસ્તારોમાં બુકિંગ અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ સુધી કરવો અને પુરવઠા માટે ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો સમાવેશ થાય છે.
  • LPGની માંગ પરનું દબાણ હળવું કરવા માટે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
  • કોલસા મંત્રાલયે કોલ ઇન્ડિયા અને સિંગરેની કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વિતરણ માટે રાજ્યોને વધારાનો કોલસો પૂરો પાડવા નિર્દેશ આપ્યો છે.
  • રાજ્યોને ઘરેલું અને વ્યાપારી ગ્રાહકો માટે નવા PNG કનેક્શનની સુવિધા આપવા સલાહ આપવામાં આવી છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલિત પ્રયાસો અને સંસ્થાકીય પદ્ધતિઓ

  • રાજ્ય સરકારો આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 અને LPG નિયંત્રણ ઓર્ડર, 2000 હેઠળ પુરવઠાની દેખરેખ રાખવા અને સંગ્રહખોરી અને કાળાબજાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સત્તા ધરાવે છે.
  • પેટ્રોલ, ડીઝલ અને LPG સહિતની આવશ્યક ચીજવસ્તુઓની પુરવઠાની સ્થિતિ પર દેખરેખ અને નિયમન કરવામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ પ્રાથમિક ભૂમિકા ભજવવાની હોય છે. ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને બહુવિધ પત્રો અને VC દ્વારા બાબતનો પુનરોચ્ચાર કર્યો છે.
  • ભારત સરકારે તારીખ 27.03.2026 અને 02.04.2026 ના પત્રો દ્વારા નાગરિકોને પર્યાપ્ત ઇંધણની ઉપલબ્ધતા અંગે આશ્વાસન આપવા માટે સક્રિય જાહેર સંદેશાવ્યવહારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. સંદર્ભમાં, 02.04.2026 ના રોજ (સચિવ, MoPNG ની અધ્યક્ષતામાં) અને 06.04.2026 ના રોજ (સચિવ, MoPNG સાથે I&B અને ગ્રાહક બાબતોના સચિવોની અધ્યક્ષતામાં) બેઠકો બોલાવવામાં આવી હતી, જેમાં નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો:
    • દૈનિક પ્રેસ બ્રીફિંગ આપવી અને નિયમિત જાહેર એડવાઈઝરી બહાર પાડવી.
    • સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ / ખોટી માહિતી પર સક્રિયપણે નજર રાખવી અને તેનો સામનો કરવો.
    • જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૈનિક અમલીકરણ અભિયાન તેજ કરવું અને OMCs સાથે સંકલન કરીને દરોડા અને નિરીક્ષણ ચાલુ રાખવા.
    • તેમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ LPG ફાળવણીના આદેશો જારી કરવા.
    • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલ વધારાના SKO (કેરોસીન) માટે ફાળવણીના આદેશો જારી કરવા.
    • PNG અપનાવવા અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા.
    • LPG પુરવઠાને, ખાસ કરીને સ્થાનિક જરૂરિયાતો માટે પ્રાથમિકતા આપવી અને પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે 5 કિલોના FTL સિલિન્ડરોના લક્ષિત વિતરણને અપનાવવા.
  • તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે કંટ્રોલ રૂમ અને જિલ્લા મોનિટરિંગ સમિતિઓની સ્થાપના કરી છે.
  • ઘણા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પ્રેસ બ્રીફિંગ જારી કરી રહ્યા છે

અમલીકરણ અને દેખરેખની કામગીરી

  • LPGની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં અમલીકરણની કામગીરી ચાલુ છે. ગઈકાલે દેશભરમાં 2300 થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા.
  • PSU OMCs સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન (આકસ્મિક નિરીક્ષણ) મજબૂત અને ચાલુ રાખ્યું છે અને 307 LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર દંડ ફટકાર્યો છે, અને ગઈકાલ સુધીમાં 70 LPG ડિસ્ટ્રિબ્યુટરશિપને સસ્પેન્ડ કરવામાં આવી છે.

LPG પુરવઠો

ઘરેલું LPG પુરવઠાની સ્થિતિ:

  • પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે LPG પુરવઠો પ્રભાવિત થવાનું ચાલુ છે.
  • ઘરેલું પરિવારોને LPG ના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર કોઈ ડ્રાય-આઉટ્સ (પુરવઠો ખાલી થવો) નોંધાયો નથી.
  • ગઈકાલે સમગ્ર ઉદ્યોગના ધોરણે ઓનલાઇન LPG સિલિન્ડર બુકિંગ વધીને 98% નોંધાયું છે.
  • ડાયવર્ઝન (ગેરમાર્ગે જતો પુરવઠો) રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધીને લગભગ 94% થઈ ગઈ છે. DAC ગ્રાહકના નોંધાયેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થાય છે.

કોમર્શિયલ LPG પુરવઠો અને ફાળવણીના પગલાં:

  • કુલ કોમર્શિયલ LPG ફાળવણી વધારીને કટોકટી પૂર્વેના સ્તરના આશરે 70% કરવામાં આવી છે, જેમાં 10% સુધારા-લિંક્ડ ફાળવણીનો સમાવેશ થાય છે.
  • ભારત સરકારે તારીખ 06.04.2026 ના પત્ર દ્વારા જણાવ્યું છે કે દરેક રાજ્યમાં પ્રવાસી શ્રમિકોને વિતરણ માટે ઉપલબ્ધ 5 કિલો FTL સિલિન્ડરોની દૈનિક માત્રા 2-3 માર્ચ 2026 દરમિયાન પ્રવાસી શ્રમિકોને સરેરાશ દૈનિક પુરવઠા (સિલિન્ડરોની સંખ્યા) ના આધારે બમણી કરવામાં આવી રહી છે, જે 21.03.2026 ના પત્રમાં ઉલ્લેખિત 20% ની મર્યાદાથી વધુ છે. 5 કિલો FTL સિલિન્ડરો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની સહાયથી માત્ર તેમના રાજ્યમાં પ્રવાસી શ્રમિકોને સપ્લાય કરવા માટે રાજ્ય સરકારના નિકાલ પર છે.
  • 1લી એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં 17.83 લાખથી વધુ - 5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા છે.
  • ગઈકાલે દેશભરમાં 81,000 થી વધુ5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા હતા.
  • 3જી એપ્રિલ 2026થી, PSU OMCs 5 કિલોના FTL સિલિન્ડરો માટે 8500 થી વધુ જાગૃતિ શિબિરોનું આયોજન કર્યું છે, જેમાં 1,33,000 થી વધુ - 5 કિલોના FTL સિલિન્ડરો પણ વેચાયા હતા.
  • ગઈકાલે 250 થી વધુ શિબિરો દ્વારા 5549 – 5 કિલોના FTL વેચાયા હતા.
  • IOCL, HPCL અને BPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની ત્રણ સભ્યોની સમિતિ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ LPG વિતરણનું આયોજન કરવા માટે રાજ્યના સત્તાવાળાઓ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સંકલન કરી રહી છે.
  • એપ્રિલ-26 મહિના દરમિયાન (23.04.26 સુધી), કુલ 1,47,262 મેટ્રિક ટન (19 કિલોના 77.50 લાખથી વધુ LPG સિલિન્ડરોની સમકક્ષ) કોમર્શિયલ LPG વેચવામાં આવ્યો છે.

કુદરતી ગેસ પુરવઠો અને PNG વિસ્તરણ પહેલ

  • ગ્રાહકોને D-PNG અને CNG-ટ્રાન્સપોર્ટને 100% પુરવઠા સાથે પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સને એકંદર ગેસ ફાળવણી વધારીને તેમના મહિનાના સરેરાશ વપરાશના આશરે 95% કરવામાં આવી છે.
  • વધુમાં, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક દ્વારા પુરવઠા સહિત અન્ય ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ગેસ પુરવઠો 80% સુધી વધારવામાં આવ્યો છે.
  • CGD સંસ્થાઓને કોમર્શિયલ LPGની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે તેમના તમામ ભૌગોલિક વિસ્તારો (GAs) માં હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન જેવી વ્યાપારી સંસ્થાઓ માટે PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા માટે સલાહ આપવામાં આવી છે.
  • IGL, MGL, GAIL ગેસ અને BPCL સહિતની CGD કંપનીઓ ઘરેલું અને વ્યાપારી PNG કનેક્શન માટે પ્રોત્સાહનો આપી રહી છે.
  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને CGD નેટવર્કના વિસ્તરણ માટે જરૂરી મંજૂરીઓ ઝડપથી આપવા વિનંતી કરવામાં આવી છે.
  • ભારત સરકારે તારીખ 18.03.2026 ના પત્ર દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોમર્શિયલ LPG ની વધારાની 10% ફાળવણીની ઓફર કરી છે, જો તેઓ LPG થી PNG માં લાંબા ગાળાના સંક્રમણમાં મદદ કરી શકે. બાવીસ (22) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો PNG વિસ્તરણ સુધારા સાથે સંકળાયેલ વધારાની કોમર્શિયલ LPG ફાળવણી પ્રાપ્ત કરી રહ્યા છે.
  • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તારીખ 24.03.26 ના પત્ર દ્વારા અગ્રતાના ધોરણે CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે વિશેષ 3 મહિના માટેઘટાડેલા સમયમર્યાદા સાથે CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક્સિલરેટેડ એપ્રુવલ ફ્રેમવર્કઅપનાવ્યું છે.
  • ભારત સરકારે તારીખ 24.03.2026 ના ગેઝેટ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 હેઠળ કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ (પાઈપલાઈન અને અન્ય સુવિધાઓ નાખવા, બાંધવા, સંચાલન અને વિસ્તરણ દ્વારા) ઓર્ડર, 2026 સૂચિત કર્યો છે. ઓર્ડર દેશભરમાં પાઇપલાઇન નાખવા અને વિસ્તારવા માટે સુવ્યવસ્થિત અને સમયબદ્ધ માળખું પૂરું પાડે છે, જે મંજૂરીઓ અને જમીન સંપાદનમાં થતા વિલંબને દૂર કરે છે અને રહેણાંક વિસ્તારો સહિત કુદરતી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને સક્ષમ બનાવે છે. તે PNG નેટવર્ક વૃદ્ધિને વેગ આપવા, લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી વધારવા અને સ્વચ્છ ઇંધણ તરફના સંક્રમણને સમર્થન આપવાની અપેક્ષા રાખે છે, જેનાથી ઊર્જા સુરક્ષા મજબૂત થશે અને ભારતની ગેસ-આધારિત અર્થવ્યવસ્થા આગળ વધશે.
  • PNGRB CGD સંસ્થાઓને D-PNG કનેક્શન ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, PNG વિસ્તરણમાં ગતિ જાળવી રાખવા માટે નેશનલ PNG ડ્રાઈવ 2.0 ને 30.06.2026 સુધી લંબાવવામાં આવી છે.
  • સ્વચ્છ, વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર ઊર્જા ભવિષ્યને પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારે એક મોડેલ ડ્રાફ્ટ સ્ટેટ CBG પોલિસી તૈયાર કરી છે. મોડેલ પોલિસીનો ઉદ્દેશ્ય રાજ્યોને CBG વિકાસ માટે તેમની પોતાની રોકાણકાર-મૈત્રીપૂર્ણ અને અમલીકરણ-લક્ષી ઇકોસિસ્ટમ બનાવવા માટે સક્ષમ કરવા માટે એક વ્યાપક લવચીક માર્ગદર્શક માળખા તરીકે સેવા આપવાનો છે. જે રાજ્યો માટે પસંદગી કરશે, તેમને કોમર્શિયલ LPGની વધારાની ફાળવણીના આગામી તબક્કા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
  • MoEFCC તારીખ 07.04.2026 ના આદેશ દ્વારા CPCB ને CGD નેટવર્ક/ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 દિવસની અંદર સ્થાપના કરવાની સંમતિ અથવા કાર્ય કરવાની સંમતિ આપવા માટે SPCB/PCCs ને જરૂરી નિર્દેશો આપવા નિર્દેશ આપ્યો છે.
  • માર્ચ 2026 થી, લગભગ 5.27 લાખ PNG કનેક્શન ગેસિફાઈડ કરવામાં આવ્યા છે અને વધારાના 2.60 લાખ કનેક્શન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે કુલ 7.87 લાખ કનેક્શન પર પહોંચ્યું છે. વધુમાં, નવા કનેક્શન માટે આશરે 5.97 લાખ ગ્રાહકોની નોંધણી કરવામાં આવી છે.
  • 23.04.2026 સુધીમાં, 42,000 થી વધુ PNG ગ્રાહકોએ MYPNGD.in વેબસાઇટ દ્વારા તેમના LPG કનેક્શન સરેન્ડર કર્યા છે.

ક્રૂડની સ્થિતિ અને રિફાઇનરી કામગીરી

  • તમામ રિફાઇનરીઓ પૂરતા ક્રૂડ ઇન્વેન્ટરી સાથે ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહ્યો છે.
  • સ્થાનિક વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાંથી ઘરેલું LPG ઉત્પાદન વધારવામાં આવ્યું છે.
  • સ્થાનિક બજાર માટે પેટ્રોકેમિકલ ફીડસ્ટોક સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક આંતર-મંત્રાલય જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (JWG) ની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ, ભારત સરકારે તારીખ 01.04.2026 ના આદેશ દ્વારા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સહિત ઓઈલ રિફાઈનરી કંપનીઓને સેન્ટર ફોર હાઈ ટેકનોલોજી (CHT) દ્વારા નિર્ધારિત કર્યા મુજબ જટિલ ક્ષેત્રો માટે ચોક્કસ લઘુત્તમ જથ્થામાં C3 અને C4 સ્ટ્રીમ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી છે.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રો કેમિકલ્સ (DCPC), ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) તરફથી મળેલી વિનંતીઓના આધારે, ફાર્મા અને કેમિકલ સેક્ટરની કંપનીઓ માટે LPG પૂલમાંથી 1000 મેટ્રિક ટન/દિવસની જોગવાઈ કરવામાં આવી છે.
  • 9મી એપ્રિલ 2026 થી, મુંબઈ, કોચી અને મથુરા રિફાઈનરીઓ દ્વારા કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને 6400 મેટ્રિક ટનથી વધુ પ્રોપિલિન વેચવામાં આવ્યું છે.

રિટેલ ઇંધણની ઉપલબ્ધતા અને કિંમતના પગલાં

  • દેશભરમાં રિટેલ આઉટલેટ્સ સામાન્ય રીતે કાર્યરત છે.
  • મધ્ય પૂર્વની કટોકટીને કારણે ક્રૂડના ભાવમાં અસાધારણ વધારો થયો છે; જો કે, ગ્રાહકોના રક્ષણ માટે, ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં લિટર દીઠ ₹10નો ઘટાડો કર્યો છે.
  • ભારત સરકારે તારીખ 11.04.2026 ની ગેઝેટ સૂચના દ્વારા સ્થાનિક બજારમાં ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડીઝલ પર નિકાસ લેવી વધારીને રૂ. 55.50 પ્રતિ લિટર અને ATF પર રૂ. 42 પ્રતિ લિટર કરી છે.
  • પેટ્રોલ અને ડીઝલ માટે નિયમિત રિટેલ ભાવ યથાવત છે અને PSU OMCs રિટેલ આઉટલેટ્સ પર કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

કેરોસીનની ઉપલબ્ધતા અને વિતરણના પગલાં

  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત ફાળવણી ઉપરાંત 48,000 KL કેરોસીનની વધારાની ફાળવણી પૂરી પાડવામાં આવી છે.
  • 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ SKO ફાળવણીના આદેશો જારી કર્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખે કોઈ જરૂરિયાત દર્શાવી નથી.

દરિયાઈ સુરક્ષા અને શિપિંગ કામગીરી

  • બંદરો, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલય દ્વારા પર્શિયન ગલ્ફમાં પ્રવર્તમાન દરિયાઈ સ્થિતિ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું:
    • બંદરો, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલય નાવિકોનું કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરવાનું ચાલુ રાખે છે.
    • પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી.
    • DG શિપિંગ કંટ્રોલ રૂમ 24×7 કાર્યરત છે અને સક્રિય થયા પછી તેણે 7,553 કોલ્સ અને 16,033 થી વધુ ઇમેઇલ્સ હેન્ડલ કર્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 150 કોલ્સ અને 394 ઇમેઇલ્સનો સમાવેશ થાય છે.
    • ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે અત્યાર સુધીમાં 2,729 થી વધુ ભારતીય નાવિકોના સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની સુવિધા આપી છે, જેમાં ગલ્ફ ક્ષેત્રના વિવિધ સ્થળોએથી છેલ્લા 24 કલાકમાં 49 નાવિકોનો સમાવેશ થાય છે.
    • સમગ્ર ભારતમાં બંદરની કામગીરી સામાન્ય રહી છે, કોઈ ભીડ નોંધાઈ નથી.

પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા

  • વિદેશ મંત્રાલય અખાત અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં બદલાતી ગતિવિધિઓ સાથે સક્રિયપણે જોડાયેલું છે, ત્યાં વસતા ભારતીય સમુદાયના કલ્યાણ, સુરક્ષા અને સમર્થનને પ્રાથમિકતા આપે છે. મંત્રાલય દ્વારા જાણકારી આપ્યા મુજબ:
    • વિદેશ મંત્રાલય અખાત અને પશ્ચિમ એશિયા પ્રદેશમાં થતા વિકાસ પર સતત અને નજીકથી નજર રાખવાનું ચાલુ રાખે છે, જેમાં ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
    • મંત્રાલય માહિતીની વહેંચણી અને સમર્થન માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ગાઢ સંકલનમાં રહે છે.
    • ભારતીય નાગરિકો અને તેમના પરિવારોના પ્રશ્નોના જવાબ આપવા માટે સમર્પિત સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત છે.
    • પ્રદેશમાં ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ ચોવીસે કલાક હેલ્પલાઇન ચલાવી રહ્યા છે અને નાગરિકોને સક્રિયપણે મદદ કરી રહ્યા છે.
    • મિશન સ્થાનિક સરકારો સાથે ગાઢ સંપર્કમાં છે અને સુરક્ષા માર્ગદર્શિકા, પ્રવાસ અપડેટ્સ, કોન્સ્યુલર સેવાઓ અને કલ્યાણના પગલાંને આવરી લેતી નિયમિત એડવાઈઝરી બહાર પાડી રહ્યા છે.
    • અમારા મિશન ચિંતાઓને દૂર કરવા માટે ભારતીય સમુદાય સંગઠનો, વ્યાવસાયિક જૂથો અને ભારતીય કંપનીઓ સાથે સક્રિયપણે જોડાઈ રહ્યા છે.
    • ભારતીય નાવિકોનું કલ્યાણ અગ્રતા છે, મિશન સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન, કોન્સ્યુલર સપોર્ટ અને જ્યાં જરૂર હોય ત્યાં ભારત પરત ફરવાની સુવિધા સહિતની સહાય પૂરી પાડે છે.
    • ફ્લાઇટની એકંદર સ્થિતિમાં સુધારો ચાલુ છે, પ્રદેશમાંથી ભારત માટે વધારાની ફ્લાઇટ્સ કાર્યરત છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 12,38,000 મુસાફરોએ પ્રદેશમાંથી ભારતની મુસાફરી કરી છે.
    • UAE માં, એરલાઇન્સ કાર્યકારી અને સુરક્ષા બાબતોના આધારે મર્યાદિત વ્યાવસાયિક ફ્લાઇટ્સ ચલાવી રહી છે, જેમાં UAE થી ભારત માટે અંદાજે 110 ફ્લાઇટ્સ ચાલવાની અપેક્ષા છે.
    • સાઉદી અરેબિયા અને ઓમાનના વિવિધ એરપોર્ટથી ભારતના વિવિધ સ્થળો માટે ફ્લાઇટ્સ ચાલુ છે.
    • કતાર એરસ્પેસ આંશિક રીતે ખુલ્લું હોવાથી, કતાર એરવેઝ ભારતના વિવિધ સ્થળો માટે ફ્લાઇટ્સ ચલાવી રહી છે.
    • કુવૈત એરસ્પેસ હવે ખુલ્લું છે, એરલાઇન્સ ટૂંક સમયમાં મર્યાદિત કામગીરી ફરી શરૂ કરે તેવી અપેક્ષા છે. સાઉદી અરેબિયાના દમ્મામથી નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ ચાલુ છે.
    • બહેરીન એરસ્પેસ ખુલ્લું છે, ગલ્ફ એર ભારત માટે ફ્લાઇટ્સ ચલાવે છે.
    • ઇરાક એરસ્પેસ મર્યાદિત ફ્લાઇટ કામગીરી સાથે ખુલ્લું છે, જેનો ઉપયોગ ભારતની આગળની મુસાફરી માટે થઈ શકે છે.
    • ઈરાન એરસ્પેસ કાર્ગો અને ચાર્ટર ફ્લાઈટ્સ માટે આંશિક રીતે ખુલ્લું છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનનો પ્રવાસ ટાળવા અને જેઓ ત્યાં હાજર છે તેમને જમીની સરહદો દ્વારા બહાર નીકળવાની સલાહ આપતી એડવાઈઝરીનો પુનરોચ્ચાર કર્યો છે. અત્યાર સુધીમાં, આર્મેનિયા અને અઝરબૈજાન દ્વારા 2,432 ભારતીય નાગરિકોને બહાર કાઢવાની સુવિધા આપવામાં આવી છે, જેમાં 1,096 વિદ્યાર્થીઓ અને 657 માછીમારોનો સમાવેશ થાય છે.
    • ઈઝરાયેલ એરસ્પેસ ખુલ્લું છે, ભારતની આગળની મુસાફરી માટે મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

SM/BS/JD 


(રીલીઝ આઈડી: 2255387) મુલાકાતી સંખ્યા : 18