ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સનાતન સંસ્કૃતિના પ્રાણતત્વ એવા જગદગુરુ આદિ શંકરાચાર્યજીની જયંતી નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
એવા સમયે જ્યારે ભારત અનેક જડતાઓથી પીડાતું હતું અને આપણા ધર્મ અને સંસ્કૃતિ પર સતત પ્રહારો થઈ રહ્યા હતા, ત્યારે તેમણે સમાજને સત્યના દર્શન કરાવવા માટે અદ્વૈત વેદાંતનો માર્ગ મોકળો કર્યો
દેશભરમાં સનાતન ધર્મનો ધ્વજ ફરીથી લહેરાવવા, સંસ્કૃતિનું જતન કરવા અને રાષ્ટ્રને એક કરવા માટે, તેમણે સમગ્ર ભારતની પદયાત્રા કરી અને ચારે દિશામાં ચાર મઠો સ્થાપ્યા
નાની ઉંમરે વેદ અને શાસ્ત્રોના ગહન જ્ઞાનને આત્મસાત કરીને તેમણે ઉપનિષદો પર એવા સરળ અને સ્પષ્ટ ભાષ્યો રચ્યા કે જેણે સમાજને ફરી એકવાર વૈદિક જ્ઞાનના માર્ગ પર આગળ ધપાવ્યો
આદિ શંકરાચાર્યજીના જ્ઞાન અને વિદ્વત્તાને કારણે જ આપણી સંસ્કૃતિ ફરીથી ખીલી અને સમૃદ્ધ થઈ
પોસ્ટેડ ઓન:
21 APR 2026 4:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સનાતન સંસ્કૃતિના પ્રાણતત્વ એવા જગદગુરુ આદિ શંકરાચાર્યજીની જયંતી નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “સનાતન સંસ્કૃતિના પ્રાણતત્વ એવા જગદગુરુ આદિ શંકરાચાર્યજીની જયંતી નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. એવા સમયે જ્યારે ભારત અનેક જડતાઓથી પીડાતું હતું અને આપણા ધર્મ અને સંસ્કૃતિ પર સતત પ્રહારો થઈ રહ્યા હતા, ત્યારે તેમણે સમાજને સત્યના દર્શન કરાવવા માટે અદ્વૈત વેદાંતનો માર્ગ મોકળો કર્યો હતો. દેશભરમાં સનાતન ધર્મનો ધ્વજ ફરીથી લહેરાવવા, સંસ્કૃતિનું જતન કરવા અને રાષ્ટ્રને એકતાના સૂત્રમાં પરોવવા માટે તેમણે સમગ્ર ભારતની પદયાત્રા કરી અને ચારેય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી. નાની ઉંમરે વેદ અને શાસ્ત્રોના ગહન જ્ઞાનને આત્મસાત કરીને તેમણે ઉપનિષદો પર એવા સરળ અને સ્પષ્ટ ભાષ્યો રચ્યા કે જેણે સમાજને ફરી એકવાર વૈદિક જ્ઞાનના માર્ગ પર આગળ ધપાવ્યો. આદિ શંકરાચાર્યજીના જ્ઞાન અને વિદ્વત્તાને કારણે જ આપણી સંસ્કૃતિ ફરીથી ખીલી અને સમૃદ્ધ થઈ. હું આદિ શંકરજીને વંદન કરું છું.”
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2254173)
મુલાકાતી સંખ્યા : 19