MIFF banner

19મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) ફોર ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મ્સ, 15 થી 21 જૂન 2026 દરમિયાન NFDC કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે યોજાશે


19માં MIFF માટે ફિલ્મ સબમિશન શરૂ, સ્પર્ધાની એન્ટ્રીઓ માટેની અંતિમ તારીખ 12 એપ્રિલ, 2026 છે

WAVES ડોક બજારની બીજી આવૃત્તિ MIFF ની સાથે 16 થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે

ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મો માટેના મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) ની 19મી આવૃત્તિનું આયોજન 15 થી 21 જૂન 2026 દરમિયાન મુંબઈના NFDC કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે.

આ ફેસ્ટિવલ ભારત અને વિશ્વભરના ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ વ્યાવસાયિકો, સિને પ્રેમીઓ, લેખકો, શિક્ષણવિદો, વિવેચકો, પત્રકારો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને આ ગતિશીલ સિનેમેટિક પ્લેટફોર્મ સાથે જોડાવા અને સહભાગી થવા માટે આમંત્રિત કરે છે.

હાલમાં, કોમ્પિટિશન સેક્શન (સ્પર્ધા વિભાગ) માં સ્ક્રિનિંગ માટે ફિલ્મોનું ઓનલાઈન સબમિશન ચાલુ છે. સબમિશન માટેની અંતિમ તારીખ 12 એપ્રિલ, 2026 છે. નિર્માતાઓ, વિતરકો, અધિકાર ધરાવનારાઓ અથવા તેમના યોગ્ય રીતે અધિકૃત પ્રતિનિધિઓ નિયમો વાંચ્યા પછી માત્ર ફિલ્મ ફ્રીવે પ્લેટફોર્મ (https://filmfreeway.com/MumbaiInternationalFilmFestival-MIFF) દ્વારા જ તેમની ફિલ્મોની એન્ટ્રી કરી શકે છે. કોઈ પણ એન્ટ્રી ઓફલાઈન સ્વીકારવામાં આવશે નહીં.

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આયોજિત MIFF, નોન-ફીચર ફિલ્મ સેગમેન્ટમાં સૌથી આકર્ષક એવોર્ડ પેકેજો પૈકીનું એક ઓફર કરવાનું ચાલુ રાખે છે, જેમાં કુલ રૂ. 55 લાખના રોકડ પુરસ્કારો છે. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટેનો પ્રતિષ્ઠિત 'ગોલ્ડન કોન્ચ એવોર્ડ' રૂ. 10 લાખનો રોકડ પુરસ્કાર ધરાવે છે. આ મહોત્સવ નેટવર્કિંગ અને કો-પ્રોડક્શનની તકો માટે મૂલ્યવાન પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.

MIFF 2026નું મુખ્ય આકર્ષણ 'WAVES ડોક બજાર' (WAVES Doc Bazaar) ની બીજી આવૃત્તિ હશે, જે 16 થી 18 જૂન 2026 દરમિયાન નિર્ધારિત છે. ડોક બજારમાં કો-પ્રોડક્શન માર્કેટ, વ્યૂઈંગ રૂમ અને વર્ક ઇન પ્રોગ્રેસ લેબ સહિતના બહુવિધ વર્ટિકલ્સ જોવા મળશે. તેનો ઉદ્દેશ્ય ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણ, ઉત્પાદન અને વિતરણમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપતી વખતે નોન-ફીચર ફિલ્મોના વૈશ્વિક ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે જોડાણની સુવિધા આપવાનો છે. WAVES ડોક બજારમાં સહભાગિતા અંગેની વધુ વિગતો ટૂંક સમયમાં અધિકૃત MIFF વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. રસ ધરાવતા લોકો https://miff.in/en/waves-doc-bazaar/about-waves-doc-bazaar પર નજર રાખી શકે છે.

1990માં સ્થપાયેલ, MIFFએ દક્ષિણ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો નોન-ફીચર ફિલ્મ ફેસ્ટિવલ છે અને તે દર બે વર્ષે યોજાય છે. વર્ષોથી, આ મહોત્સવે ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મ નિર્માણમાં શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા માટે નોંધપાત્ર પ્રતિષ્ઠા મેળવી છે, જે સમગ્ર વિશ્વના ફિલ્મ નિર્માતાઓને આકર્ષે છે.

MIFFની 18મી આવૃત્તિમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં 30થી વધુ દેશોની 350થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધા વિભાગો, એવોર્ડ વિજેતા ફિલ્મોનું સ્ક્રિનિંગ, રિસ્ટોર્ડ ક્લાસિક્સ અને ખાસ તૈયાર કરાયેલા થીમેટિક સેગમેન્ટ્સનો સમાવેશ થતો હતો.

વધુ માહિતી અને અપડેટ્સ માટે, સંપર્ક કરો: miff.india@nfdcindia.com અથવા મુલાકાત લો: www.miff.in

SM/BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2251040   |   Visitor Counter: 71