માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે ટીવી ન્યૂઝ TRP ચાર અઠવાડિયા માટે જાહેર નહીં કરવાનો/ નહીં દર્શાવવાનો નિર્દેશ આપ્યો; કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન અટકળબાજી અને સનસનાટીભર્યા કવરેજને રોકવાનો હેતુ

પોસ્ટેડ ઓન: 02 APR 2026 4:10PM by PIB Ahmedabad

ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલીક ટીવી ન્યૂઝ ચેનલો બિનજરૂરી સનસનાટીભર્યા અને અટકળબાજીયુક્ત કન્ટેન્ટનું પ્રસારણ કરતી જોવા મળી હતી. સંઘર્ષ અથવા કટોકટીના સમયગાળા દરમિયાન ટીવી ચેનલો દ્વારા આવું વર્તન જોવા મળ્યું છે. તે જનતામાં, ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિત્રો અને પરિવાર ધરાવતા લોકોમાં ગભરાટ પેદા કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

તદનુસાર, સાવચેતીના પગલાં તરીકે, સરકારે ટીવી ન્યૂઝ ચેનલો માટે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ (TRPs) ના રિપોર્ટિંગને ચાર અઠવાડિયાના સમયગાળા માટે રોકી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશો તમામ હિતધારકો દ્વારા વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યા હતા અને અત્યાર સુધી તેની સામે કોઈ વાંધો પ્રાપ્ત થયો નથી.

આ માહિતી આજે લોકસભામાં શ્રી એટેલા રાજેન્દર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા લેખિત જવાબમાં સબમિટ કરવામાં આવી હતી.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2248398) મુલાકાતી સંખ્યા : 47