પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-1ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
28 MAR 2026 7:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગની ઝલક શેર કરી હતી. આ અવસરે પોતાનો ગર્વ અને આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજનો દિવસ 'વિકસિત યુપી, વિકસિત ભારત અભિયાન'માં એક નવો અધ્યાય અંકિત કર્યો છે. તેમણે નોંધ્યું હતું કે ભારતનું સૌથી મોટું રાજ્ય હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતા રાજ્યોમાંનું એક બની ગયું છે.
X (ટ્વિટર) પર પોસ્ટ્સની શ્રેણીમાં શ્રી મોદીએ કહ્યું:
“નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં અત્યાધુનિક સુવિધાઓ જોઈને મનને ખૂબ જ સંતોષ થયો. આ એરપોર્ટથી કનેક્ટિવિટી, રોકાણ અને વિકાસને નવી ગતિ મળશે.”
“નોઇડાના કાર્યક્રમમાં અપાર સંખ્યામાં ઉમટેલા મારા પરિવારજનોનો ઉત્સાહ સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે યુપી સહિત દેશભરમાં થઈ રહેલા ઝડપી વિકાસને લઈને તેઓ કેટલા ઉત્સાહિત છે.”
“આજે જે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું છે, તે ડબલ એન્જિન સરકારના પ્રયાસો અને અમારી કાર્ય-સંસ્કૃતિનું શાનદાર ઉદાહરણ છે. આનાથી ખબર પડે છે કે યુદ્ધના વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત સતત આગળ વધી રહ્યું છે.”
“તાજેતરમાં અમારી સરકારે ઉડાન (UDAN) યોજનાને વધુ વિસ્તાર આપ્યો છે, જેના હેઠળ આગામી વર્ષોમાં નાના-નાના શહેરોમાં 100 નવા એરપોર્ટ અને 200 નવા હેલીપેડ બનાવવાની યોજના છે. યુપીને પણ આનાથી ઘણો મોટો લાભ થશે.”
“અમારી સરકાર હવાઈ જહાજોના મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ એટલે કે MRO સુવિધાઓને ખૂબ મોટા પાયે ભારતમાં જ વિકસાવવામાં વ્યસ્ત છે. આનાથી દેશને કમાણી પણ થશે અને યુવાનોને અનેક રોજગારી પણ મળશે.”
“વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અમારી સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. મેટ્રો અને વંદે ભારત જેવી ટ્રેનો અને બંદરોની ક્ષમતાનો વિસ્તાર એ આનું જ શ્રેષ્ઠ પરિણામ છે.”
“પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ઉદ્ભવેલા વર્તમાન વૈશ્વિક સંકટનો સામનો આપણે પૂરી ધીરજ અને એકજૂથતા સાથે કરવાનો છે. આને લઈને તમામ રાજકીય પક્ષોને મારો આ નમ્ર આગ્રહ છે...”
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2246560)
મુલાકાતી સંખ્યા : 10