પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓમાનના સુલતાન સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ અગાઉથી ઈદની શુભેચ્છાઓ પાઠવી અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં પ્રાદેશિક સ્થિરતા અંગે ચર્ચા કરી
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 4:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રદેશમાં વિકસતી પરિસ્થિતિની ચર્ચા કરવા માટે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે ફળદાયી વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ સુલતાન હૈથમ બિન તારિક સાથે વાત કરી અને ઓમાનના લોકોને અગાઉથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચા દરમિયાન, બંને નેતાઓ તણાવ ઘટાડવા (de-escalation) અને ત્યારબાદ શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીને અગ્રિમતા આપવાની જરૂરિયાત પર સહમત થયા હતા. પ્રધાનમંત્રીએ ઓમાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘન અંગે ભારતની નિંદાનો પુનરોચ્ચાર કર્યો હતો, જ્યારે ભારતીય નાગરિકો સહિત હજારો લોકોની સુરક્ષિત વાપસીની સુવિધા માટે ઓમાનના પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ વધુમાં ભાર મૂક્યો હતો કે ભારત અને ઓમાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા સુરક્ષિત અને મુક્ત નેવિગેશન માટે ઊભા છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"મારા ભાઈ સુલતાન હૈથમ બિન તારિક સાથે ફળદાયી વાતચીત કરી અને ઓમાનના લોકોને અગાઉથી ઈદની શુભેચ્છાઓ પાઠવી.
અમે તણાવ ઘટાડવા અને ત્યારબાદ શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીને અગ્રિમતા આપવાની જરૂરિયાત પર સહમત થયા છીએ.
ઓમાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘન બદલ ભારતની નિંદાનો પુનરોચ્ચાર કર્યો અને ભારતીય નાગરિકો સહિત હજારો લોકોની સુરક્ષિત વાપસીની સુવિધા માટે ઓમાનના પ્રયાસોની પ્રશંસા કરી.
ભારત અને ઓમાન હોર્મુઝની સામુદ્રધુની દ્વારા સુરક્ષિત અને મુક્ત નેવિગેશન માટે ઊભા છે."
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2242544)
મુલાકાતી સંખ્યા : 13