પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં વિવિધ વિકાસ યોજનાઓના પ્રારંભની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
08 MAR 2026 6:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના પ્રારંભની ઝલક શેર કરી છે.
X પર પોસ્ટની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“દિલ્હીમાં સરરોજિની નગરના જીપીઆરએ (GPRA) ક્વાર્ટરમાં મહિલા ફાળવણીદારોને તેમના નવા ઘરોની ચાવીઓ સોંપીને અત્યંત આનંદ થયો. સરકારી કર્મચારીઓ માટે આધુનિક સુવિધાઓવાળા આ ઘરો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગેની અમારી પ્રતિબદ્ધતાનું સશક્ત ઉદાહરણ છે.”
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે જીપીઆરએ ક્વાર્ટરના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનારી આપણી નારીશક્તિ સાથે સંવાદ કરીને નવી ઉર્જાની અનુભૂતિ થઈ છે.”
“આજે મને દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા એક પ્રદર્શનનું અવલોકન કરવાની સુવર્ણ તક મળી. આ પ્રદર્શન દ્વારા એ સમજવા મળ્યું કે ઝડપથી વિસ્તરી રહેલી મેટ્રો રેલ કઈ રીતે દિલ્હીવાસીઓના જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવી રહી છે.”
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાની માતાઓ-બહેનો અને દીકરીઓ સાથે સંવાદની સુવર્ણ તક મળી. આ દરમિયાન નારીશક્તિનો આત્મવિશ્વાસ જોઈને ગર્વની અનુભૂતિ થઈ.”
“આજે નવી દિલ્હીમાં નારીશક્તિને આયુષ્માન કાર્ડ અને સ્વનિધિ ક્રેડિટ કાર્ડ સોંપવાનું સૌભાગ્ય મળ્યું. તેમની સ્વાસ્થ્ય સુરક્ષા અને આર્થિક સશક્તિકરણની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ છે.”
“વિકાસને લઈને દિલ્હીના મારા પરિવારજનોનો જોશ અને ઉત્સાહ અભિભૂત કરી ગયો.”
“દિલ્હીનો વિકાસ આખા દેશની છબી સાથે જોડાયેલો છે. તેથી અહીં મેટ્રો સુવિધાઓની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિસ્તારને જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.”
“'આપ'દા (AAP-da) વાળાની રીત હતી- કામ ઓછું, બહાના વધારે. આજે દિલ્હીમાં વિકાસનું મોડેલ છે- બહાના બંધ, કામ શરૂ.”
“અમારી સરકારે રેહડી-પટરી (ફેરિયા) વાળા સાથીઓ માટે સ્વનિધિ ક્રેડિટ કાર્ડનું અભિયાન ચલાવ્યું છે. આ કાર્ડ ગરીબના સ્વાભિમાનનું નવું માધ્યમ બની રહ્યું છે.”
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું આજે ખૂબ ગર્વ સાથે કહું છું કે દેશે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો જે સંકલ્પ લીધો હતો, તે પૂરો થઈ ચૂક્યો છે. આજે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ કે બીજી 3 કરોડ દીદીઓ લખપતિ દીદી બનશે.”
“આજે દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યો છે અને કાલે પશ્ચિમ બંગાળમાં ટીએમસી (TMC) સરકારે દેશના રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુ જીનું ઘોર અપમાન કર્યું. તેમનો કાર્યક્રમ ગેરવહીવટને હવાલે કરી દીધો. પશ્ચિમ બંગાળની પ્રબુદ્ધ જનતા ટીએમસીને એક નારીના અપમાન, એક આદિવાસીના અપમાન અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિના અપમાન માટે ક્યારેય માફ નહીં કરે.”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2236703)
મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam