ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ લાગુ કરવા માટે UIDAIનું ખાસ અભિયાન 100,000 થી વધુ શાળાઓ સુધી પહોંચ્યું; લાખો બાળકોને ફાયદો થયો
UIDAI પ્રાદેશિક કચેરીઓ અને રાજ્ય શિક્ષણ વિભાગો શાળાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે
ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ઝુંબેશ છ મહિનાથી દેશભરમાં મિશન મોડમાં ચાલી રહી છે; 7-15 વર્ષની વયના બાળકો માટે આધારમાં MBU એક વર્ષ માટે મફત છે, જે 1 ઓક્ટોબર, 2025 થી શરૂ છે
પોસ્ટેડ ઓન:
03 MAR 2026 12:47PM by PIB Ahmedabad
એક મોટી સફળતામાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ભારતભરની 1,03,000થી વધુ શાળાઓમાં કાર્ય શરૂ કર્યું છે, જેનાથી લાખો શાળાના બાળકોને તેમના શાળા કેમ્પસમાં જ આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) પૂર્ણ કરવામાં મદદ મળી છે.
આજ સુધી, આ મહત્વપૂર્ણ પ્રયાસથી આશરે 1.2 કરોડ શાળાના બાળકોને તેમની પોતાની શાળાઓમાં જ MBU પૂર્ણ કરવામાં મદદ મળી છે.
યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન સાથે સફળ ટેકનોલોજીકલ એકીકરણ બાદ, UIDAI એ સપ્ટેમ્બર 2025માં શાળાના બાળકો માટે મિશન-મોડ MBU ડ્રાઇવ શરૂ કરી હતી.
યુનિયન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસીના UDISE+ સાથેના એકીકરણથી શાળાઓમાં બાળકોની MBU સ્થિતિ જોવાનું સરળ બન્યું. આનાથી MBU માટે લાયક બાળકોને ઓળખવામાં મદદ મળી અને MBU પૂર્ણ કરવા માટે શાળા શિબિરોને સરળ બનાવવામાં આવી.
UIDAIના દેશભરના રીઝનલ અને સ્ટેટ ઓફિસ બાળકોના લાભ માટે કામ કરવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો, શાળાઓ અને UIDAIના ઇકોસિસ્ટમ ભાગીદારો સહિત તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યા છે.
આ ચાલી રહેલા કાર્યો માટે ઓછામાં ઓછા 4,000 મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને UIDAI આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આ સંખ્યાને વધારવાની પ્રક્રિયામાં છે.
બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ કરવાથી તેમને વિવિધ સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિઓ, જ્યાં લાગુ પડે ત્યાં, લાભ મેળવવા અને NEET, JEE, CUET વગેરે જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓ માટે નોંધણી કરાવવામાં મદદ મળશે. UIDAI માતાપિતા અને વાલીઓને તેમના બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
મિશન મોડ MBU ડ્રાઇવ છ મહિનાથી ચાલી રહી છે અને UIDAI એ 1 ઓક્ટોબર, 2025થી શરૂ થતા એક વર્ષ માટે 7-15 વર્ષની વયના બાળકો માટે આધારમાં MBU મફત કર્યું છે.
શાળા શિબિરો ઉપરાંત બાળકો ભારતભરમાં કોઈપણ આધાર નોંધણી કેન્દ્ર અને આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ તેમનું MBU પૂર્ણ કરી શકે છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2234958)
મુલાકાતી સંખ્યા : 98