નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓપરેશનલ અપડેટ – મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રની સ્થિતિ

પોસ્ટેડ ઓન: 02 MAR 2026 9:19PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલય મધ્ય પૂર્વના ભાગોમાં બદલાતી હવાઈ ક્ષેત્રની (airspace) સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી પર તેની અસરનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે.

ભારતીય કેરિયર્સે તેમના સમયપત્રકમાં ગણતરીપૂર્વકના ફેરફારો કર્યા છે, જેમાં લાંબા અંતરની અને અતિ લાંબા અંતરની કામગીરી પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રને ટાળતા વૈકલ્પિક રૂટ દ્વારા ઉત્તરોત્તર ફરી શરૂ કરવામાં આવી રહી છે. વહેલી તકે ઓપરેશનલ સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે એરક્રાફ્ટ અને ક્રૂ રિપોઝિશનિંગના પગલાં ચાલી રહ્યા છે.

ફસાયેલા મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઇન્સ જ્યાં જરૂર હોય ત્યાં વધારાની ક્ષમતા લગાવી રહી છે અને મુસાફરોની સુરક્ષિત અને વ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે વિદેશી ઉડ્ડયન સત્તાવાળાઓ અને વિદેશમાં ભારતીય મિશનો સાથે નજીકથી સંકલન કરી રહી છે.

ઇન્ડિગોએ ફસાયેલા મુસાફરોની વાપસીની સુવિધા માટે 3 માર્ચ, 2026 ના રોજ જેદ્દાહથી ભારત માટે 10 વિશેષ રાહત કામગીરીનું આયોજન કર્યું છે, જે જરૂરી મંજૂરીઓ અને પ્રવર્તમાન હવાઈ ક્ષેત્રની સ્થિતિને આધીન છે. ઇન્ડિગો મુસાફરોની સુવિધા માટે જેદ્દાહ ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકલન કરી રહી છે.

ભારત અને ગલ્ફ રિજન વચ્ચે કાર્યરત વિદેશી કેરિયર્સ પણ ઓપરેશનલ અને હવાઈ ક્ષેત્રની બાબતોને ધ્યાનમાં રાખીને મર્યાદિત કામગીરી કરી રહ્યા છે.

મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે. તમામ એરલાઇન્સને મુસાફરો સાથે પારદર્શક સંચાર જાળવવા અને રિફંડ, રિશેડ્યુલિંગ અને પેસેન્જર સહાય સંબંધિત નિયમનકારી આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે.

મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સીધા જ લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ તપાસે અને અપડેટ્સ માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ આધાર રાખે.

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આજે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી સમીર કુમાર સિન્હા અને તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રાલય સલામત કામગીરી, સેવાઓની વ્યવસ્થિત પુનઃસ્થાપના અને અસરગ્રસ્ત મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટર્સ, નિયમનકારી સત્તાવાળાઓ અને વિદેશ મંત્રાલય સાથે સતત સંકલનમાં છે.

જરૂર મુજબ આગળના અપડેટ્સ જારી કરવામાં આવશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2234782) મુલાકાતી સંખ્યા : 123