પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 'યાદ વાશેમ' – ધ વર્લ્ડ હોલોકોસ્ટ રિમેમ્બ્રન્સ સેન્ટરની મુલાકાત લીધી

प्रविष्टि तिथि: 26 FEB 2026 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ સાથે આજે જેરુસલેમમાં 'યાદ વાશેમ' – ધ વર્લ્ડ હોલોકોસ્ટ રિમેમ્બ્રન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી અને હોલોકોસ્ટ (નરસંહાર) ના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રીએ 'હોલ ઓફ રિમેમ્બ્રન્સ' ખાતે આયોજિત એક ગંભીર અને ભાવપૂર્ણ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં કેન્ટર (Cantor) દ્વારા "અલ મલેહ રહેમીમ" (El Maleh Rahamim) ના મર્મસ્પર્શી પાઠ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ 'બુક ઓફ નેમ્સ હોલ'ની પણ મુલાકાત લીધી હતી, જે હોલોકોસ્ટના પીડિતોની અંગત વાર્તાઓ પ્રદર્શિત કરે છે.

આ મુલાકાત ભારત અને ઇઝરાયેલના લોકો વચ્ચેના ઊંડા ભાવનાત્મક જોડાણ અને માનવીય મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

 

SM/IJ/GP/JT


(रिलीज़ आईडी: 2233301) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam