પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી રોબ જેટનને નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 24 FEB 2026 2:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી રોબ જેટનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ક્ષેત્રોના વ્યાપક સંબંધો પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ બંને દેશો અને તેમના લોકો વચ્ચે વધતા સંબંધોને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી જેટન સાથે નજીકથી કામ કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"શ્રી રોબ જેટનને નેધરલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન. ભારત અને નેધરલેન્ડ વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સંબંધો ધરાવે છે. હું આપણા બંને દેશો અને લોકો વચ્ચે વધતા સંબંધોને વધુ વેગ આપવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું."


 

SM/BS/GP

The Prime Minister, Shri Narendra Modi, Mr. Rob Jetten, Netherlands

 


(રીલીઝ આઈડી: 2232083) મુલાકાતી સંખ્યા : 16