પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના ત્રણ બચ્ચાના જન્મની જાહેરાત કરી


ભારતમાં જન્મેલા હયાત ચિત્તાના બચ્ચાઓની સંખ્યા વધીને 27 થઈ; કુલ વસ્તી 38 પર પહોંચી

પોસ્ટેડ ઓન: 18 FEB 2026 11:01AM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે જાહેરાત કરી હતી કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના ત્રણ બચ્ચાના જન્મની નોંધણી થઈ છે.

સોશિયલ મીડિયા પોસ્ટX’ પર શ્રી યાદવે જણાવ્યું હતું કે બચ્ચાઓનો જન્મ ગામિનીને ત્યાં થયો છે, જે દક્ષિણ આફ્રિકાની ચિત્તા છે અને બીજી વખત માતા બની છે. દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ચિત્તાઓના આગમનને ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે જન્મ થયો છે.

 

સાથે, ભારતીય ધરતી પર ચિત્તાના નવમા સફળ લિટર (બચ્ચાઓના સમૂહ)ની નોંધણી કરવામાં આવી છે. ભારતમાં જન્મેલા હયાત ચિત્તાના બચ્ચાઓની સંખ્યા હવે વધીને 27 થઈ ગઈ છે. બચ્ચાઓના જન્મ બાદ ભારતની કુલ ચિત્તાઓની વસ્તી 38 પર પહોંચી ગઈ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક સફળ જન્મ પ્રોજેક્ટ ચિત્તાને મજબૂત બનાવે છે અને કાર્યક્રમમાં રોકાયેલા ફિલ્ડ સ્ટાફ અને વેટરનરી ટીમોના સતત પ્રયત્નો અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

શ્રી યાદવે કહ્યું, “કુનો માટે અને ભારત માટે ગૌરવની ક્ષણગામિની અને તેના ત્રણ નાના દોડવીરો મજબૂત બને અને રાષ્ટ્રની ચિત્તા પુનરુત્થાનની ગાથાને ગતિ અને ગરિમા સાથે આગળ વધારે.”

નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી 2022-23માં 20 ચિત્તાઓ ભારતમાં આવવાની સાથે વિશાળ માંસાહારી પ્રાણીનું વિશ્વનું પ્રથમ આંતર-ખંડીય સ્થાનાંતરણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે 17 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રથમ 8 ચિત્તાઓને મુક્ત કર્યા હતા.

SM/GP/JD


(રીલીઝ આઈડી: 2229973) મુલાકાતી સંખ્યા : 7