ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
“ભારતે AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ભારત 24 કલાકમાં 2.5 લાખથી વધુ AI જવાબદારી પ્રતિજ્ઞાઓ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો” કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 4:09PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી હતી કે ભારતે “24 કલાકમાં AI જવાબદારી અભિયાન માટે મળેલી સૌથી વધુ પ્રતિજ્ઞાઓ” માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનું ટાઇટલ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું છે, જેમાં 16-17 ફેબ્રુઆરી દરમિયાન 24 કલાકના સમયગાળામાં અદભૂત 250,946 માન્ય પ્રતિજ્ઞાઓ પ્રાપ્ત થઈ છે.
આ જાહેરાત નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન કરવામાં આવી હતી, જેમાં શ્રી એસ. કૃષ્ણન, સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY); શ્રી અભિષેક સિંહ, અધિક સચિવ, MeitY, CEO, ઇન્ડિયાએઆઈ મિશન અને DG, NIC; સુશ્રી કવિતા ભાટિયા, COO, ઇન્ડિયાએઆઈ (IndiaAI); શ્રી શ્રીનિવાસન આયંગર, SVP અને GM, સેન્ટ્રલ એન્જિનિયરિંગ ગ્રુપ, ઇન્ટેલ (Intel); અને શ્રી પ્રવીણ પટેલ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ એડજ્યુડિકેટર, જેમણે સત્તાવાર રીતે આ સિદ્ધિની ચકાસણી કરી હતી, તેમની ઉપસ્થિતિ રહી હતી.

રાષ્ટ્રવ્યાપી AI રિસ્પોન્સિબિલિટી પ્લેજ (જવાબદારી પ્રતિજ્ઞા) અભિયાન, જે 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ટેલ ઇન્ડિયાના સહયોગથી ઇન્ડિયાએઆઈ મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, તેનો ઉદ્દેશ્ય સમર્પિત પોર્ટલ, aipledge.indiaai.gov.in દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નૈતિક, સર્વસમાવેશક અને જવાબદાર ઉપયોગ માટે પ્રતિબદ્ધ થવા માટે દેશભરના નાગરિકોને એકત્ર કરવાનો હતો. આ પહેલે સહભાગીઓને ડેટા ગોપનીયતા, જવાબદારી, પારદર્શિતા અને દૃશ્ય-આધારિત પ્રશ્નો દ્વારા ખોટી માહિતીનો સામનો કરવા જેવા મુખ્ય સિદ્ધાંતો પર વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેનાથી વિશ્વાસપાત્ર અને માનવ-કેન્દ્રિત AI ઇકોસિસ્ટમ બનાવવાની ભારતની દ્રષ્ટિ મજબૂત થઈ હતી. જે સહભાગીઓએ પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી તેમને ડિજિટલ બેજ અને AI લર્નિંગ પાથવેઝની ઍક્સેસ પ્રાપ્ત થઈ હતી.
મીડિયાને સંબોધતા, શ્રી વૈષ્ણવે AI ના જવાબદાર અને નૈતિક ઉપયોગમાં યુવાનોને જોડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી હતી. “તેમનું વિઝન જ છે જેણે અમને કોલેજો સુધી પહોંચવા, ફેકલ્ટી સભ્યો સાથે જોડાવા અને વિદ્યાર્થીઓને AI ને સમાજના ભલા માટેના સાધન તરીકે ઉપયોગ કરવાની આ પ્રતિજ્ઞા લેવા માટે પ્રોત્સાહિત કરવા પ્રેરણા આપી છે — એવી ટેકનોલોજી તરીકે જે આપણા જીવનમાં સુધારો કરે છે — અને તે જવાબદારીપૂર્વક વપરાય તે સુનિશ્ચિત કરવા માટે. આ પ્રતિજ્ઞા લેનારા 250,000 વિદ્યાર્થીઓ માટે વિશેષ તાળીઓનો ગડગડાટ. દેશ માટે આ ખરેખર ગર્વનો દિવસ છે. આ તે દિશા છે જેમાં રાષ્ટ્ર આગળ વધવું જોઈએ — એવા ભવિષ્ય તરફ જ્યાં AI ને જવાબદારી સાથે સ્વીકારવામાં આવે.”
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ રેકોર્ડ-બ્રેક સહભાગીતા જે 5,000 પ્રતિજ્ઞાઓના પ્રારંભિક લક્ષ્યાંક કરતા ઘણી વધારે છે, તે મજબૂત જાહેર જોડાણ અને જવાબદાર AI સ્વીકારવા અંગેની વધતી જતી જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે આ અભિયાન નાગરિક સંચાલિત ડિજિટલ જવાબદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને સર્વસમાવેશકતા, નૈતિકતા અને જાહેર વિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક AI વિમર્શને આકાર આપવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2229770)
મુલાકાતી સંખ્યા : 9