પર્યાવરણ અને વન મંત્રાલય
NBAએ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓને ₹45.05 લાખનું વિતરણ કર્યું
પોસ્ટેડ ઓન:
09 FEB 2026 9:26AM by PIB Ahmedabad
બાયોડાયવર્સિટીના સંરક્ષણ અને બાયોલોજિકલ રિસોર્સના ઉપયોગથી થતા લાભોના ન્યાયી અને સમાન વિતરણને સુનિશ્ચિત કરવાના સતત પ્રયાસોમાં, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી (NBA) એ રાજ્યબાયોડાયવર્સિટી બોર્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ બાયોડાયવર્સિટી કાઉન્સિલ દ્વારા લાભાર્થીઓને ₹45.05 લાખનું વિતરણ કર્યું છે.
આ ચૂકવણીથી તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સહિત 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90થી વધુ જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (BMCs) તેમજ આંધ્રપ્રદેશમાં લાલ ચંદન ઉગાડનારા 15 ખેડૂતોને લાભ થશે. આ BMC અલગ-અલગ પ્રકારના ઈકોલોજિકલ અને ઈન્સ્ટીટ્યૂશનલ વાતાવરણને દેખાડે છે, જેમાં ગ્રામીણ ગામડાઓ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, મેન્ગ્રોવ વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારો સામેલ છે.
બેનિફિટ શેરિંગની રકમ અલગ અલગ બાયોલોજિકલ રિસોર્સના ઉપયોગથી મળે છે, જેમાં કેટલાંક જંતુઓ, માટી અને જળચર સુક્ષ્મસજીવો અને ઉગાડવામાં આવેલા લાલ ચંદનનો સમાવેશ થાય છે. આ સંસાધનોનો ઉપયોગ વિવિધ ઉત્પાદનોના ઉત્પાદન માટે કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે જૈવવિવિધતા વૈજ્ઞાનિક નવીનતા અને જૈવઅર્થતંત્રને કેવી રીતે સમર્થન આપે છે. ઍક્સેસ અને લાભ-વહેંચણી પદ્ધતિઓ દ્વારા કંપનીઓના વ્યાપારી નફાનો એક ભાગ સમુદાયોને પરત કરવામાં આવે છે, તેમની આજીવિકામાં સુધારો થાય છે અને સમુદાયોને જૈવવિવિધતાને સક્રિયપણે રક્ષણ અને સંરક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તાજેતરના વર્ષોમાં, NBA એ પારદર્શિતા સુધારવા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે સરળ નિયમો લાગુ કર્યા છે, સાથે સાથે સમુદાયો અને જૈવવિવિધતાના હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું છે. NBA રાજ્યો, સ્થાનિક સંસ્થાઓ, સંશોધકો, ઉદ્યોગ અને સમુદાયો સાથે જૈવવિવિધતા સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગ અંગે જાગૃતિ લાવવા અને ક્ષમતા નિર્માણ કરવા માટે કામ કરે છે. તે પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટરના દસ્તાવેજીકરણને સમર્થન આપે છે, જે પાયાના સ્તરે જૈવવિવિધતાના સંચાલન અને રક્ષણ માટે પરંપરાગત જ્ઞાન અને સહભાગી અભિગમોનો સમાવેશ કરે છે.
આ પગલાંઓ મળીને કુલ ABS ચુકવણી ₹145 કરોડ (આશરે US $16 મિલિયન) થી વધુ થઈ ગઈ છે. NBA રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવિક વિવિધતા પરના સંમેલન અને ABS પર નાગોયા પ્રોટોકોલ હેઠળ ભારતની જવાબદારીઓને આગળ વધારવામાં અને રાષ્ટ્રીય જૈવવિવિધતા લક્ષ્યો અને કુનમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2225317)
મુલાકાતી સંખ્યા : 21