કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત-યુએસ વેપાર કરાર, ટેક્સટાઈલ ઉદ્યોગને વેગ આપશે

પોસ્ટેડ ઓન: 07 FEB 2026 5:12PM by PIB Ahmedabad

ટેક્સટાઈલ મંત્રાલયે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) વચ્ચેના સીમાચિહ્નરૂપ કરારને બંને દેશો વચ્ચેના ટેક્સટાઈલ વેપાર સંબંધોને વધારતા મુખ્ય ઉદ્દીપક તરીકે આવકાર્યો છે. ટેક્સટાઈલ ઉદ્યોગે આશા વ્યક્ત કરી હતી કે ક્ષેત્ર માટે એક મુખ્ય આર્થિક ગેમ ચેન્જર છે.

ટેક્સટાઈલ નિકાસ માટે, તે ટેક્સટાઈલ, એપેરલ્સ અને મેડ અપ્સના $118 બિલિયનના યુએસ વૈશ્વિક આયાત બજારને ખોલે છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ હોવાને કારણે આશરે $10.5 બિલિયનની નિકાસ થાય છે, જેમાં લગભગ 70% એપેરલ અને 15% મેડ અપ્સનો સમાવેશ થાય છે, જે એક મોટી તક છે. ભારત 2030 માં $100 બિલિયન નિકાસના તેના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. સોદો જરૂરી ગતિ પૂરી પાડે તેવી અપેક્ષા છે, જેમાં યુએસ લક્ષ્યના 1/5 ભાગથી વધુ યોગદાન આપશે.

એપેરલ અને મેડ અપ્સ સહિત તમામ ટેક્સટાઈલ ઉત્પાદનો પરનો 18% પરસ્પર ટેરિફ (reciprocal tariffs) માત્ર ભારતીય નિકાસકારોને જે ગેરલાભ હતો તેને દૂર કરશે નહીં, પરંતુ તેમને બાંગ્લાદેશ (20%), ચીન (30%), પાકિસ્તાન (19%) અને વિયેતનામ (20%) જેવા મોટાભાગના સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં મૂકશે જેમના પરસ્પર ટેરિફ વધારે છે. બજારની ગતિશીલતામાં ફેરફાર કરશે કારણ કે મોટા ખરીદદારો કરારના પ્રકાશમાં તેમના સોર્સિંગ પર ચોક્કસપણે ફરીથી વિચાર કરશે.

કરાર ઉદ્યોગને ખર્ચમાં સ્પર્ધાત્મક બનવા અને યુએસ પાસેથી ટેક્સટાઈલ ક્ષેત્ર માટે ઇન્ટરમીડિએટ્સ મેળવીને તેમના જોખમોને વૈવિધ્યસભર બનાવવા માટે પણ સક્ષમ બનાવશે. દેશમાં વેલ્યુ-એડેડ ટેક્સટાઈલના ઉત્પાદનને સરળ બનાવશે અને અમારા ઉત્પાદન અને નિકાસમાં વિવિધતા લાવશે. સોદો વધારાની રોજગારી પેદા કરશે અને યુએસ સંસ્થાઓ દ્વારા રોકાણને પ્રોત્સાહિત કરશે.

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2224938) મુલાકાતી સંખ્યા : 24