પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRFમાંથી સહાય (ex-gratia) જાહેર કરી
प्रविष्टि तिथि:
30 JAN 2026 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ)માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય (ex-gratia) આપવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પશ્ચિમ બંગાળના આનંદપુરમાં તાજેતરમાં લાગેલી આગની દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદનાઓ. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો વહેલી તકે સ્વસ્થ થઈ જાય.
PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખની સહાય (ex-gratia) આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે:
PM @narendramodi"
"পশ্চিমবঙ্গের আনন্দপুরে সাম্প্রতিক অগ্নিকাণ্ড অত্যন্ত মর্মান্তিক ও দু:খজনক। যাঁরা তাঁদের প্রিয়জনকে হারিয়েছেন তাঁদের প্রতি আমার সমবেদনা রইল। আহতদের দ্রুত আরোগ্য কামনা করি।
এই দুর্ঘটনায় নিহত প্রত্যেকের নিকটাত্মীয়কে PMNRF থেকে ২ লক্ষ টাকা করে এককালীন সহায়তা দেওয়া হবে। আহতদের ৫০,০০০ টাকা সহায়তা প্রদান করা হবে: প্রধানমন্ত্রী @narendramodi"
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2221055)
आगंतुक पटल : 12