પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થિરુ ડી. જ્ઞાનસુંદરમજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 JAN 2026 9:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડી. જ્ઞાનસુંદરમના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે થિરુ ડી. જ્ઞાનસુંદરમજીનું તમિલ સંસ્કૃતિ અને સાહિત્યમાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના લખાણો અને આજીવન સમર્પણ દ્વારા, તેમણે સમાજની સાંસ્કૃતિક ચેતનાને સમૃદ્ધ બનાવી, અને તેમનું કાર્ય વાચકો અને વિદ્વાનોની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.
પ્રધાનમંત્રીએ જાન્યુઆરી 2024માં શ્રી રંગનાથસ્વામી મંદિરની તેમની મુલાકાત દરમિયાન તેમની સાથેની વાતચીતને પણ યાદ કરી હતી, અને નોંધ્યું હતું કે કંબ રામાયણમ (Kamba Ramayanam) વિશે તેમની સમજ અસાધારણ હતી.
પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“થિરુ ડી. જ્ઞાનસુંદરમજીના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. તમિલ સંસ્કૃતિ અને સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના લખાણો અને આજીવન સમર્પણ દ્વારા, તેમણે સમાજની સાંસ્કૃતિક ચેતનાને સમૃદ્ધ બનાવી. તેમનું કાર્ય વાચકો અને વિદ્વાનોની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.
મને જાન્યુઆરી 2024માં તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિરની મારી મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલી વાતચીત યાદ છે. કંબ રામાયણમ વિશે તેમની સમજ અસાધારણ હતી.
તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2218931)
आगंतुक पटल : 10