ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 24 જાન્યુઆરી, શનિવારના રોજ લખનૌમાં મુખ્ય અતિથિ તરીકે ‘ઉત્તર પ્રદેશ દિવસ’ને સંબોધિત કરશે


કેન્દ્રીય ગૃહ મંત્રી ‘વન ડિસ્ટ્રિક્ટ વન ક્યુઝન’ યોજના લોન્ચ કરશે

સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે

ગૃહ મંત્રી CM YUVA હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરશે અને ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માન 2025-26 એનાયત કરશે

प्रविष्टि तिथि: 22 JAN 2026 3:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શનિવાર, 24 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં મુખ્ય અતિથિ તરીકે ‘ઉત્તર પ્રદેશ દિવસ’ની ઉજવણીને સંબોધિત કરશે.

લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળ પર યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ‘વન ડિસ્ટ્રિક્ટ વન ક્યુઝન’ (ODOC) યોજના લોન્ચ કરશે. આ યોજના હેઠળ, ઉત્તર પ્રદેશના દરેક જિલ્લાની વિશિષ્ટ પરંપરાગત વાનગીઓની ઓળખ કરવામાં આવશે અને તેને ગુણવત્તા સુધારણા, બ્રાન્ડિંગ અને બજારની પહોંચ સાથે જોડવામાં આવશે, જેથી સ્થાનિક સ્વાદને માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ પણ મળે.

ઉત્તર પ્રદેશ દિવસ’ની ઉજવણી દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન પ્રોગ્રામનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ ઉત્તર પ્રદેશ સરકારની CM YUVA (મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ યોજના) યોજના હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લાઓને પુરસ્કારો એનાયત કરશે અને તેની સાથે તેઓ ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માન 2025-26 પણ એનાયત કરશે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2217271) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Punjabi , Tamil , Telugu , Kannada