ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાયણના પવિત્ર અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને ગૌમાતાનું પૂજન કર્યું
ગૃહમંત્રીએ અમદાવાદના થલતેજમાં સ્થિત ગુરુદ્વારા ગોવિંદ ધામમાં શીશ ઝુકાવ્યું
ગૃહમંત્રીએ અમદાવાદમાં પતંગ મહોત્સવમાં પણ ભાગ લીધો
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
સનાતન ધર્મમાં ગૌમાતાની સેવા અને પૂજાનું વિશેષ મહત્વ છે
મહાપ્રભુની કૃપા દેશવાસીઓ પર હંમેશા બની રહે
प्रविष्टि तिथि:
14 JAN 2026 6:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તરાયણના પવિત્ર અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને ગૌમાતાનું પૂજન કર્યું હતું. ગૃહમંત્રીએ અમદાવાદના થલતેજમાં ગુરુદ્વારા ગોવિંદ ધામમાં પણ શીશ ઝુકાવ્યું હતું અને ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદમાં પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “જય જગન્નાથ! દર વર્ષની જેમ આ વર્ષે પણ મને ઉત્તરાયણના પવિત્ર અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મહાપ્રભુની કૃપા દેશવાસીઓ પર હંમેશા બની રહે.”
અન્ય એક પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું, “સનાતન ધર્મમાં ગૌમાતાની સેવા અને પૂજાનું વિશેષ મહત્વ છે. આજે ઉત્તરાયણ નિમિત્તે મેં અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં ગૌમાતાનું પૂજન કર્યું હતું.”
X પર શેર કરેલી અન્ય એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, “સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજે મેં અમદાવાદના નારણપુરા વોર્ડમાં અર્જુન ગ્રીન ફ્લેટ્સ ખાતે આયોજિત જાહેર પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો અને પતંગ ઉડાવ્યા હતા.”
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2214678)
आगंतुक पटल : 7